કરીના કપૂર અને સૈફે જૂનું એપાર્ટમેન્ટ ભાડે આપ્યું

મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાન આ વર્ષની શરુઆતમાં તેમના ફોર્ચ્યૂન હાઈટ્સમાંથી આ જ વિસ્તારમાં આવેલા ભવ્ય અને વિશાળ જગ્યા ધરાવતા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા હતા. કપલ બીજા સંતાન જેહના જન્મના ઠીક પહેલા જ નવા ઘરમાં રહેવા ગયા હતા. રસપ્રદ વાત એ છે કે, હજી પણ તેઓ બાંદ્રામાં આવેલ ફોર્ચ્યૂન હાઈટ્સ પ્રોપર્ટીના માલિક છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ્સ પ્રમાણે, સૈફ અને કરીનાએ પોતાના ૧૫૦૦ સ્ક્વેર ફૂટના એપાર્ટમેન્ટને મહિને ૩.૫૦ લાખ રૂપિયાના ભાડા પેટે ભાડે આપ્યું છે, જેની સિક્યૂરિટી ડિપોઝિટ પેટે ૧૫ લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. વધુમા, આ ઘર ત્રણ વર્ષ માટે ભાડે આપવામાં આવ્યું છે અને દર વર્ષે તેનું ભાડું વધારવામાં આવશે.
વર્ષ ૨૦૧૨માં સૈફ અને કરીનાએ નજીકના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં ફોર્ચ્યૂન હાઈટ્સમાં લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા હતા. વેડિંગ રજિસ્ટ્રેશન બાદ ન્યૂલીવેડ્સ સૈફ અને કરીના બિલ્ડિંગના છત પર ગયા હતા અને ત્યાંથી ફેન્સનો આભાર માન્યો હતો. જૂના ઘર સાથે સૈફ અને કરીનાની ઘણી યાદા જાેડાયેલી છે. કપલે આ ઘરમાં ઘણી પાર્ટીઓ યોજી છે અને તહેવારોની ઉજવણી પણ કરી છે. કપલનું નવું ઘર તેમના જૂના ઘર જેવું જ છે,
જાે કે જગ્યા અને સુવિધાના મામલે વિશાળ છે. જેમાં જેહ માટે નર્સરી બનાવવામાં આવી છે, આ સિવાય તેમાં સ્વિમિંગ પૂલ, આઉટડોર એરિયા અને ખુલ્લી જગ્યા છે. હાલ પટૌડી પરિવારના ચાર સભ્યો માલદીવ્સમાં છે. તેઓ સૈફનો બર્થ ડે મનાવવા ત્યાં ગયા છે. તેમની ટ્રિપ વિશે વાત કરતાં, સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વખતે સૈફ તેના બર્થ ડે પર કોઝી ફેમિલી ટાઈમ ઈચ્છી રહ્યો છે. તે તેના કામથી થાકી ગયો છે અને આરામ કરવા માટે પોઝ બટન દબાવવા માગે છે.
શૂટિંગ શિડ્યૂલ અને અન્ય વર્ક કમિટમેન્ટ વચ્ચે વ્યસ્ત હોવાના કારણે તે લાંબા સમય બાદ બ્રેક લઈ રહ્યો છે. તે માલદીવ્સમાં એક રિસોર્ટમાં પરિવાર સાથે સમય પસાર કરશે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સૈફ અલી ખાન તેની અપકમિંગ હોરર કોમેડી ભૂત પોલીસના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તેની સાથે અર્જુન કપૂર, યામી ગૌતમ અને જેક્લિન ફનાર્ન્ડિઝ છે. આ સિવાય તેની પાસે પ્રભાસ અને કીર્તિ સેનન સાથેની ‘આદીપુરુષ’ પણ છે. તો કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથેની રિલીઝની રાહ જાેવાઈ રહી છે.SSS