એકસાથે ત્રણ સ્ટારકિડ્સને ઝોયા અખ્તર લોન્ચ કરશે?

મુંબઈ, સુહાના ખાન, ઈબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર, આ ત્રણ સ્ટારકિડ્સના બોલિવુડ ડેબ્યૂની ચર્ચા ઘણાં સમયથી ચાલી રહી છે. દર થોડા દિવસે કોઈને કોઈ ફિલ્મ સાથે આ શાહરૂખની દીકરી સુહાના, સૈફના દીકરા ઈબ્રાહિમ અને સ્વ. શ્રીદેવીની દીકરી ખુશીનું નામ જાેડવામાં આવે છે. હવે એવી ચર્ચા જાેરશોરથી થઈ રહી છે કે, આ ત્રણેય સ્ટારકિડ્સ અલગ-અલગ ફિલ્મો દ્વારા નહીં પરંતુ એક જ ફિલ્મમાં એકસાથે ડેબ્યૂ કરવાના છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, આ ત્રણેય ઝોયા અખ્તરની ફિલ્મમાં એકસાથે જાેવા મળી શકે છે. લાંબા સમયથી આ ત્રણેય સ્ટાકિડ્સના ડેબ્યૂની ચર્ચા હતી અને અંદાજાે લગાવાઈ રહ્યો હતો કે કરણ જાેહરની અલગ અલગ ફિલ્મો દ્વારા સુહાના, ઈબ્રાહિમ અને ખુશી બોલિવુડમાં પગ મૂકશે. પરંતુ હવે મળી રહેલા અહેવાલ અનુસાર કરણ જાેહર નહીં પરંતુ ઝોયા અખ્તર આ ત્રણેયનું બોલિવુડમાં ગ્રાન્ડ લોન્ચિંગ કરવાની છે.
ઝોયા અખ્તરે ઈન્ટરનેશનલ કોમિક બુક ‘આર્ચી’ના ભારતીય અડોપ્શન માટે ત્રણ નામ ફાઈનલ કર્યા છે. જેમાં સુહાના ઉપરાંત ઈબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર પણ સામેલ છે. આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા સૂત્રોનું માનીએ તો, સુહાના દેશી બેટીના રોલમાં જાેવા મળશે જ્યારે વેરોનિકાના રોલમાં ખુશી કપૂર જાેવા મળી શકે છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું છે કે, નેટફ્લિક્સ પર પ્રસારિત થનારા આ પ્રોજેક્ટ અંગેની વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે, ઝોયા આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઈબ્રાહિમને આર્ચીના રોલમાં કાસ્ટ કરશે.
જાેકે, આ ત્રણેય સ્ટારકિડ્સના કાસ્ટિંગ અંગે હજી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, ‘આર્ચી’ એક ઈન્ટરનેશલ કોમિક બુક સીરીઝ છે. જેનું ભારતીય વર્ઝન ઝોયા અખ્તર લાવવાની તૈયારી કરી રહી છે. આ કોમિકની વાર્તા લવ ટ્રાએંગલ પર આધારિત છે. આર્ચી એક નાના શહેરનો ટીનેજર છોકરો છે અને તે તેના માતાપિતાનું એકમાત્ર સંતાન છે. આર્ચીને ધનવાન પિતાની દીકરી વેરોનિકા સાથે પ્રેમ થઈ જાય છે પરંતુ તેને બેટી પણ પસંદ હોય છે. આર્ચી, બેટી અને વેરોનિકાની કોમિક બુકના ઘણાં ભાગ છે.SSS