રોબોટિક-આસિસ્ટેડ સર્જરી વિશે જાગૃતિ લાવવા વર્કશોપનું આયોજન કરાયું
ઇન્ટ્યુટિવ ઇન્ડિયાએ અમદાવાદમાં રોબોટિક-આસિસ્ટેડ સર્જરી (આરએએસ) વિશે સર્જનો અને રેસિડેન્ટ્સને પરિચિત કરાવવા બે ટોચની હોસ્પિટલ સાથે જોડાણ કર્યું; રોવિંગ રોબોટ પર વર્કશોપનું આયોજન કર્યું
આ વર્કશોપ સ્ટર્લિંગ હોસ્પિટલ અને કાઇઝેન હોસ્પિટલમાં યોજાયો હતો, જે લેટેસ્ટ સર્જિકલ ટેકનોલોજી સાથે સર્જનો અને રેસિડન્ટ્સને પરિચિત કરાવવાનું પ્રથમ પગલું છે
અમદાવાદઃ લઘુતમ ઇન્વેસિવ કેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી લીડર અને રોબોટિક-આસિસ્ટેડ સર્જરી (આરએએસ)માં પથપ્રદર્શક ઇન્ટ્યુટિવ સર્જિકલની ભારતી કંપની ઇન્ટ્યુટિવ ઇન્ડિયાએ શહેરની બે પ્રસિદ્ધ હોસ્પિટલ સ્ટર્લિંગ અને કાઇઝેન સાથે જોડાણ કર્યું છે,
જેનો ઉદ્દેશ ગુજરાતમાં સર્જિકલ સમુદાય વચ્ચે રોબોટિક-આસિસ્ટેડ સર્જરી વિશે જાગૃતિ લાવવાનો છે. પોતાના રોવિંગ રોબોટ કાર્યક્રમના ભાગરૂપે કંપનીએ આ અઠવાડિયામાં બંને હોસ્પિટલ્સમાં રોબોટિક સર્જરી પર વ્યવહારિક વર્કશોપનું આયોજન પણ કર્યું હતું. ગુજરાતની તમામ મેડિકલ કોલેજોમાંથી મેડિકલના વિદ્યાર્થીઓ અને સર્જનો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
આ પહેલ દ્વારા ઇન્ટ્યુટિવને ઉદ્દેશ તબીબી સમુદાયને રોબોટિક-આસિસ્ટેડ સર્જરી, એની ટેકનોલોજી, ક્લિનિકલ ઉપયોગિતા, સલામતી અને એના ફાયદા વિશે પરિચિત કરાવવાનો છે. ઇન્ટ્યુટિવ તેના રોવિંગ-રોબોટ પ્રોગ્રામના ભાગરૂપે સમગ્ર ભારતમાં આ પ્રકારની વર્કશોપનું આયોજન કરવાની યોજના ધરાવે છે.
આ પહેલ પર અમદાવાદની કાઇઝેન હોસ્પિટલના સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડૉ. સંજીવ પ્રવીણ હરિભક્તિએ કહ્યું હતું કે, “અમને આ વર્કશોપમાં સામેલ થયેલા સર્જનો અને રેસિડેન્ટ્સ પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે તથા વધુ સર્જનો વધારે વાજબી ખર્ચ ધરાવતા વિકલ્પો અપનાવીને અદ્યતન સુવિધાઓ પ્રદાન કરવા આ પ્રકારની અદ્યતન સર્જરી તરફ વળવા આતુર છે.
વર્કશોપથી સર્જનો અને મેડિકલના વિદ્યાર્થીઓનો રોબોટિક-આસિસ્ટેડ સર્જરી (આરએએસ) જેવી અદ્યતન સર્જિકલ ટેકનોલોજી વિશે જાણકારી મેળવવામાં મદદ મળી હતી. અમને આશા છે કે, આ કામગીરી જળવાઈ રહેશે અને પરિણામે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં આરએએસની સ્વીકાર્યતા વધશે.”
આ વર્કશોપ સર્જરી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરી અને સર્જિકલ ઓન્કોલોજી વિભાગો માટે સઘન વ્યવહારિક જાણકારી સુનિશ્ચિત કરવા વિસ્તૃત રીતે હાથ ધરવામાં આવી હતી. એમાં ઇન્ટ્યુટિવની લેટેસ્ટ દા વિન્સી ઝી ટેકનોલોજી પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ વિશે ઇન્ટ્યુટિવ ઇન્ડિયાના વીપી અને જનરલ મેનેજર મનદીપ સિંહ કુમારે કહ્યું હતું કે, “રોબોટિક-આસિસ્ટેડ સર્જરી એજ્યુકેશન પ્રોગ્રામ્સ હાથ ધરવા એના સંભવિત ફાયદા સાથે સંબંધિત જાગૃતિ લાવવા અને જાણકારી વધારવા માટે ચાવીરૂપ પગલું છે.
આ પ્રકારના કાર્યક્રમોથી અદ્યતન સર્જિકલ ટેકનોલોજીસની સ્વીકાર્યતા વધારવામાં મદદ મળશે અને સુનિશ્ચિત થશે કે, રોબોટિક આસિસ્ટેડ સર્જરીના ફાયદા વધુ દર્દીઓ સુધી પહોંચે. આ સંદર્ભમાં ઇન્ટ્યુટિવ રોવિગ રોબોટ પ્રોગ્રામનો ઉદ્દેશ ગુજરાતના સર્જિકલ હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તનને ટેકો આપવાનો છે. આ જ ઉદ્દેશ સાથે અમે દેશભરમાં આ પ્રકારના કાર્યક્રમોની પહોંચ વધારતા રહીશું.”
આ વર્કશોપ પર અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ડાયરેક્ટર યુરોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. કમલેશ પટેલે કહ્યું હતું કે, “અમને આ કાર્યક્રમનો ભાગ બનવાની ખુશી છે, કારણ કે આ તબીબી સમુદાયોને સર્જિકલ ટેકનોલોજીમાં લેટેસ્ટ ટેકનોલોજી અપનાવવા સક્ષમ બનાવશે અને અમારા શહેરના હેલ્થકેર માળખાને વધારે અદ્યતન બનાવવામાં મદદ મળશે.
મેં દા વિન્સી આરએએસ સિસ્ટમનો ઉપયોગ કર્યો હોવાથી હું સ્પષ્ટપણે કહી શકું કે રોબોટિક-આસિસ્ટેડ સર્જરી (આરએએસ) ટેકનોલોજી સાથે અમે સચોટતા, ફ્લેક્સિબિલિટી અને સારાં નિયંત્રણ સાથે ઘણા પ્રકારની જટિલ સર્જિકલ પ્રક્રિયા હાથ ધરી શકીશું.
રોબોટિક આસિસ્ટેડ સર્જરીના દર્દીઓને સંભવિત ફાયદાઓમાં હોસ્પિટલમાં રોકાણમાં ઘટાડો, ઓછા રક્તપ્રવાહનું વહન, ફરી દાખલ થવાના દરમાં ઘટાડો, જટિલતાના દરમાં ઘટાડો અને કેટલાંક કાર્યકારી પરિણામોમાં સુધારો સામેલ છે.”