તાલિબાનોએ અત્યાધુનિક હથિયારો પર કબજો જમાવ્યો

કાબુલ, અમેરિકન સૈનિકોની ઘર વાપસી બાદ તાલિબાને માત્ર દસ દિવસમાં અફઘાનિસ્તાન પર કબ્જાે જમાવી દીધો છે.
વધારે ચોંકાવનારી વાત એ છે કે, અફઘાન સેનાની પીછેહઠના કારણે તાલિબાનને અમેરિકા અને રશિયા જેવા દેશોના ઘાતક હથિયારો પણ કબ્જાે કરવાનો મોકો મળી ગયો છે.આ હથિયારોમાં રશિયન બનાવટના એમઆઈ-૨૪ એટે હેલિકોપ્ટર, અમેરિકાના યુએચ-૬૦ બ્લેક હોક હેલિકોપ્ટર, રશિયન બનાવટના એમઆઈ ૮ પ્રકારના હેલિકોપ્ટર તેમજ બ્રાઝિલમાં બનેલા હળવા વજનના લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે.
સાથે સાથે તાલિબાનને બખ્તરબંધ વાહનો પણ મળી ગયા છે.જેમાં અમેરિકન હમવી પ્રકારના વાહનોનો સમાવેશ થાય છે.સેંકડોની સંખ્યામાં લશ્કરી ટ્રકો પણ તાલિબાનને મળી ગઈ છે.જેનો ઉપયોગ હથિયારો અને સૈનિકની હેરફેરમાં થતો હોય છે.
અફઘાન સેના મોટી સંખ્યામાં હજારો ગ્રેનેડ, રોકેટ, બંદુકો અને લાખો કારતૂસો તેમજ મોટી સંખ્યામાં દારુગોળો છોડી ગઈ છે.અમેરિકાનુ સ્કેન ઈગલ ડ્રોન પણ તાલિબાનના હાથમાં આવી ગયુ છે.રશિયામાં બનાવાયેલા ટી-૫૫ ટેન્ક તેમજ અમેરિકાના ૫૦થી વધારે એમ-૧૧૧૭ ટેન્ક તાલિબાનના કબ્જામાં છે.આ હથિયારો અફઘાન સેનાને આપવામાં આવ્યા હતા.
જાેકે કયા હથિયાર કેટલી માત્રામાં તાલિબાન પાસે છે તે તો ખબર નથી પડી પણ અફઘાન સેનાની પીછેહઠથી તાલિબાન શસ્ત્ર સરંજામની રીતે વધારે મજબૂત બની ચુકયુ છે.તાલિબાન સામે હવે વિરોધી સંગઠનોની લડાઈ આ હથિયારોના કારણે વધારે મુશ્કેલ બનશે.SSS