Western Times News

Gujarati News

વડોદરા કોર્પોરેશનમાં શિક્ષણ સમિતિના કર્મીઓને કાયમી કરવાનું કૌભાંડ

Files Photo

વડોદરા, વડોદરામાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે કૌર્પોરેેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, અગાઉ આવાસના મકાનોની ફાળવણીમાં કૌભાંડ સામે આવ્યું છે જે બાદ હવે શિક્ષણ સમિતિના સભ્યોને કાયમી કરવા માટે વચેટીયાઓ મારફતે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે પરતું મેયરે રૂપિયા લીધા હોય તો પરત કરવા જેવી ટકોર કરતા સમગ્ર કૌભાડનો પર્દાફાશ થયો હતો.

વડોદારમાં એક બાદ એક કૌભાંડનો સામે આવી રહ્યા છે. આવાસ યોજનાના કૌભાંડ બાદ કોર્પોરેશનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવા માટે પૂર્વ સભ્યોએ ૨૯ લાખ પડાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર કૌભાંડ સામે આવતા કર્મચારીઓને કાયમી કરવા ઉઘરાવવામાં આવેલા પૈસાને પતર કર્યા હતા. કૌભાંડ ખુલતા જ પૂર્વ સભ્યોએ નાણાં પરત કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

તાજેતરમાં ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીનો ડ્રો કરવામાં આવ્યો હતો તે બાદ કોર્પોરેશનની વેબસાઇટ પર પ્રથમ યાદી જાહેર કરવામાં આવી જેમાં ૪૨ નામો બદલી નાખી ગોટાળા કરવામાં આવ્યા હતા જે અંગે કોર્પોરેશનના સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને પીઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આમે એક બાદ એક કૌભાંડ સામે આવતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે મહત્વનું છે કે શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવા માટે પૂર્વ સભ્યોએ ૨૯ લાખ રૂપિયા પડાવ્યા હતા. જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા ૧૦૪ કર્મચારીઓના ખાતામાં પૂર્વ સભ્યોએ ૧૬ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા.

સમગ્ર મામલે કર્મચારી સંઘના પ્રમુખે આરોપ લગાવતા કહ્યું હતું કે કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્ત મેયર પાસે પહોંચી ત્યારે મેયરે નાણાં લીધા હોય તો પરત કરવાની ટકોર કરતા સમગ્ર મામલે સામે આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે ગત બોર્ડના એક સભ્યએ વચેટીયા મારફેતે કર્મચારીઓને કાયમી કરવા નાણાં પડવ્યા હોવાની શંકા સેવવામાં આવી છે, જે મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.