અફઘાનિસ્તાન કરતા વધારે ક્રૂરતા ભારતમાં: મુનવ્વર રાણા

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન લાગું થયું છે અને ભારતમાં તાલિબાન સમર્થકો હવે ખુલીને તેના સમર્થનમાં વાત કરી રહ્યાં છે. જાણીતા શાયર મુનવ્વર રાણાએ તાલિબાનને લઈને ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું છે કે, ‘જેટલી ક્રુરતા અફઘાનિસ્તાનમાં છે તેનાથી વધારે ક્રુરતા તો આપણે ત્યાં છે. પહેલાં રામ રાજ્ય હતું અને કામરાજ છે.’
રાણાએ આગળ કહ્યું છે કે, હિન્દુસ્તાને તાલિબાનથી ડરવાની જરુર નથી. કારણ કે અફઘાનિસ્તાન તો હજારો વર્ષથી અસ્તિત્વમાં છે અને તેણે ભારતને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી. જ્યારે મુલ્લા ઉમરનું રાજ હતું ત્યારે પણ તેણે કોઈ ભારતીયને નુકસાન પહોચાડ્યું ન હોતું. કારણ કે તેના બાપ દાદા ભારતથી કમાઈને ગયા હતા.
એક ચેનલ સાથેની વાતચીતમાં રાણાએ કહ્યું છે કે, જેટલી એકે-૪૭ તાલિબાનો પાસે નથી તેટલી તો હિન્દુસ્તાનમાં માફિયાઓ પાસે છે. તાલિબાનો કોઈની પાસે છીનવીને હથિયારો લાવે છે જ્યારે અહીંયા તો માફિયાઓ હથિયારો ખરીદી છે.યુપી સરકાર દ્વારા દેવબંદમાં એટીએસ સેન્ટર ખોલવાના સવાલ પર મુનવ્વર રાણાએ કહ્યું હતું કે, આ સરકાર છે ત્યાં સુધી કંઇ પણ થઈ શકે છે. ધર્માંતરણ જેવા મુદ્દાઓ દેશને બરબાદ કરી રહ્યાં છે. અમે ઈચ્છીએ છે કે, આ દેશ પહેલા હતો તેવો થઈ જાય.HS