Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાતના પારડીમાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ

File

વલસાડ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. શહેર જિલ્લામાં બુધવારે રાત્રિથી શરૂ થયેલી મેઘસવારી આજે પણ યથાવત્‌ રહી છે. વલસાડ જિલ્લામાં આજે સવારથી બપોર બે વાગ્યા સુધીમાં સૌથી વધુ પારડીમાં ૪ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે તો અન્ય તાલુકામાં દોઢથી ત્રણ ઈંચ વરસાદ વરસતાં ખુશીનો માહોલ છવાયો છે.

વલસાડ જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યાથી બપોર ૨ વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ પારડીમાં ૯૫ એમએમ, વલસાડમાં ૮૫ એમએમ, ધરમપુરમાં ૭૯ એમએમ, વાપીમાં ૭૫ એમએમ, ઉમરગામમાં ૫૭ સ્સ્ અને કપરાડામાં ૩૮ એમએમ વરસાદ વરસી ચૂક્યો છે.

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના તમામ વિસ્તારમાં વરસાદ ખેંચાતાં ખેત વાવેતર પર સંકટનાં વાદળ છવાયાં હતાં. જાેકે વલસાડ જિલ્લામાં અણીના સમયે કાચા સોનારૂપી વરસાદ વરસતાં ખેડૂતોની સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.વલસાડ શહેરમાં પડી રહેલા વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

વલસાડ શહેર અને ખેરગામને જાેડતા છીપવાડ રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને વલસાડ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ ઊઠ્‌યો હતો. વલસાડ ખેરગામ રોડ પર આવેલા છીપવાડ રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો અને રેલવેની ગટરના પાણી આવતાં એનો ભરાવો થયો હતો,

જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છીપવાડ ગરનાળામાં વાહનોની અવારજવર બંધ થતાં વાહનચાલકોને ૫ કિલોમીટરનું ચક્કર કાપવાની ફરજ પડી હતી.

વલસાડ શહેરમાં પડેલા વરસાદને લઈને અબ્રામા મણિબાગ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. સવારે માત્ર ૧ કલાક વરસાદ પડતાં નગરપાલિકાના પ્રમુખના ઘર નજીકમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોનાં ઘરમાં પાણીનો ભરાવો થયો હતો.

પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરી હતી.મધુબન ડેમમાં હાલ ૬૯૨૮ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના ૨ દરવાજા ૧ મીટર ખુલ્લા રાખી ૧૦ હજાર ૩૧૮ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભેરવી ખાતે ઓરંગા નદીની સપાટી ૦.૯૯ મીટર નોંધવામાં આવી છે.

જ્યારે અબ્રામા ખાતે ૪.૮૮ મીટર પાણી નોંધાયું છે તો પારડીની પાર નદી ઉપર ૧ મીટર અને કોલક નદી પર ૦.૬૦ મીટર સપાટી નોંધાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.