તાલિબાનીઓ ભારતીય કોન્સ્યુલેટમાં ઘૂસ્યા: પાર્કિંગમાં પડેલી કારો ઉઠાવીને લઈ ગયા

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા હાંસલ કર્યા બાદ બદલો લેવાનુ શરૂ કરી દીધુ છે. તાલિબાને દુનિયાને આશ્વાસન આપ્યુ હતુ કે, કોઈ વિદેશી એમ્બેસીને નુકસાન પહોંચાડવામાં નહીં આવે પણ હકીકત અલગ જ છે. સૂત્રોના કહેવા પ્રમાણે કંધાર અને હેરાતમાં તાલિબાની આતંકીઓ ભારતીય કોન્સ્યુલેટમાં ઘૂસી ગયા હતા અને ત્યાં દસ્તાવેજોની ચકાસણી કરી હતી. સાથે સાથે ત્યાં પાર્ક કરાયેલી કારોને પણ પોતાની સાથે લઈ ગયા હતા.
એક અધિકારીએ એક ન્યૂઝ ચેનલને કહ્યુ હતુ કે, અમને આ જ અપેક્ષા હતી. તાલિબાનીઓ બંને કોન્સ્યુલેટમાંથી કારો લઈ ગયા છે અને અહીંયા લૂટ ચલાવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે અફઘાનિસ્તાનમાં ચાર જગ્યાએ કોન્સ્યુલેટ ખોલ્યા છે. આ સિવાય કાબૂલમાં પણ ભારતની એમ્બેસી અને કોન્સ્યુલેટ આવેલી છે.આ તમામ હાલમાં બંધ છે.જોકે કાબુલમાં સ્થાનિક લોકોની મદદથી સંચાલન ચાલુ રાખવામાં આવ્યુ છે.
બીજી તરફ તાલિબાને જર્મન પત્રકારના સબંધીની હત્યા કરી દીધી છે. તાલિબાને આ પત્રકારની શોધખોળ ચલાવી હતી પણ તેનો પતો નહીં મળતા તેના સબંધીની હત્યા કરી નાંખી હતી.