કુલગામમાં અપની પાર્ટીના નેતાની આતંકીઓએ હત્યા કરી
જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક રાજકીય પાર્ટીના નેતાની હત્યા કરી દીધી છે. અપની પાર્ટીના નેતા ગુલામ હસન લોનને કુલગામના દેસવરમાં આતંકીઓએ ગોળી મારી હતી. ઈજાગ્રસ્ત ગુલામ હસનને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ગુલામ હસનની હત્યા પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુખ વ્યક્ત કર્યુ છે. ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી કહ્યુ, ‘દક્ષિણ કાશ્મીરના દેવસર વિસ્તારમાં ગુલામ બસન લોનની હત્યા વિશે સાંભળી દુખ થયું. ઉગ્રવાદી સંગઠનો દ્વારા મુખ્યધારાના રાજનેતાઓને નિશાન બનાવવાનું આ નવુ ચલણ ખુબ ચિંતાજનક છે અને હું તેની નિંદા કરુ છું. ઈશ્વર દિવંગતને જન્નત પ્રદાન કરે.સૂત્રો પ્રમાણે આતંકવાદીઓએ ગુલામ હસન લોન પર નજીકથી ગોળીઓ ચલાવી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. રાજૌરીના થન્ના મંડી વિસ્તારમાં આતંકીઓ સાથે ચાલી રહેલા એનકાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરી દીધો છે. પરંતુ આ દરમિયાન ભારતીય સેનાના જેસીઓ પણ શહીદ થઈ ગયા છે.HS