Western Times News

Gujarati News

ભાજપ હાઈકમાન્ડે અંતે વસુંધરા રાજે સામે શરણાગતિ સ્વીકારી

જયપુર, ભાજપ હાઈકમાન્ડે અંતે વસુંધરા રાજે સામે શરણાગતિ સ્વીકારીને ‘જન આશીર્વાદ યાત્રા’ના પોસ્ટરમાં સ્થાન આપવું પડયું છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરૂવારથી શરૂ કરેલી યાત્રાના પોસ્ટરમાં વસુંધરાને વચ્ચોવચ્ચ જગા અપાઈ છે. પોસ્ટરમાં મોદી, નડ્ડા, પ્રદેશ પ્રમુખ સતિષ પુનિયા અને વિપક્ષના નેતા ગુલાબચંદ કટારીયા પછી વસુંધરાની તસવીર છે.

રસપ્રદ વાત એ છે કે, પોસ્ટરમાં વસુંધરાના કટ્ટર હરીફ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત ગેરહાજર છે. તેમના ગોડફાધર અમિત શાહની તસવીર પણ નથી. આ પહેલાં ભાજપના મુખ્યાલયની બહાર લગાવાયેલાં હાર્ડિંગ્સમાંથી વસુંધરાની તસવીર હટાવી લેવાતાં ભારે વિવાદ થયો હતો. ભાજપના બીજા કાર્યક્રમોમાં પણ વસુંધરાની તસવીર હટાવી દેવાતાં વસુંધરાએ કટાક્ષ કર્યો હતો કે, હું પોસ્ટરોમાં નહીં પણ લોકોનાં દિલોમાં રહું છું.

ભાજપનાં સૂત્રોના મતે, યાદવના કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા વસુંધરાનો સહકાર જરૂરી છે તેથી ભાજપે નમવું પડયું છે. યાદવ સચિન પાયલોટના ગઢ એવા અલવર, જયપુર અને અજમેરમાં લોકો સાથે સંવાદ કરવાના છે. વસુંધરા સમર્થકોની મદદ વિના યાદવ આ વિસ્તારોમાં ઘૂસી પણ ના શકે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.