જુહાપુરા વિસ્તારમાં યુવાનની કચરાપેટીમાંથી લાશ મળી
અમદાવાદ, રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે બીજી બાજુ રાજ્યનું યુવાધન પણ ડ્રગ્સનાં રવાળે ચઢ્યું હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યોછે. જુહાપુરા વિસ્તારનો મૃતક સલમાનના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાંખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાંખી દેવામાં આવ્યો હતો. આ રીતે યુવકનું રહસ્યમય મોત નીપજ્યું છે. આ પ્રકરણમાં હજી સુધી યુવકના મોતનું ચોક્કસ કારણ પોલીસને મળ્યું નથી. પોલીસ હવે એફએસએલ અને અન્ય રિપોર્ટની રાહ જાેઈ રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના જુહાપુરમાં રહેતો ૨૯ વર્ષનો સલમાન પરિવારમાં એક જ દીકરો હતો. તેના પર વૃદ્ધમાં-બાપ અને બે બહેનની જવાબદારી હતી. તેમજ પરિવારની આર્થિક જવાબદારી પણ તેના એકલા પર જ હતી.
એક દિવસ સલમાનનો મિત્ર તેને ઘણી જ ગંભીર હાલતમાં ઘરે લાવ્યો. મિત્રએ જણાવ્યું હતું કે, શું થયું કાંઈ ખબર ન હતી. તેણે એમ.ડી.ડ્રગ્સ લીધું છે. જેથી પરિવારને એમ હતું કે, ડ્રગ્સનો નશો ઉતરશે એટલે સાજાે થઈ જશે. પરંતુ સલમાનનું મોત નીપજ્યું હતું. આ અંગે સલમાનના પિતા ફરીદભાઈએ ગુજરાતી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, મારો એકનો એક દીકરો, પરિવારનો સહારો હતો. સલમાનના મૃત્યુ અંગે અમને શંકા છે. તેના માટે જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવી જાેઈએ. તે દિવસે સલમાનનો મિત્ર ગંભીર હાલતમાં ઘરે લાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, સલમાન કચરાપેટી પાસે પડ્યો હતો, તેણે એમડી ડ્રગ્સ લીધું છે. અમને એમ હતું કે નશો ઉતરશે એટલે સારું થઈ જશે. પરંતુ તે રાતે કણસતો હતો કે મને પેશાબ થતો નથી.
ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે, તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લગાવેલી હતી. તેને સવારે ઉલટી થઈ. તેને સારવાર માટે પહેલા ખાનગી અને પછી સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતુ. આ અંગે ચોંકાવનારી વાતો સામે આવી છે કે, સલમાન અને બે છોકરીઓ બનાવના દિવસે અંજલી ચાર રસ્તાની એક હોટલમાં ગયા હતા. જ્યાં સલમાને ડ્રગ્સ લીધું હતું. તેના ગુપ્તાંગમાં ફેવીક્વિક લગાવી દીધી હતી. હાલ પોલીસ આ અંગેની વધુ તપાસ કરી રહી છે.SSS