છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને મિત્રએ મિત્રને પતાવી દીધો
ભરૂચ, ભરૂચ શહેરના નર્મદા બજારમાં મંગલવારે સાંજે એક યુવકની હત્યા થઈ હતી. જેમાં મિત્રએ જ તેના મિત્રની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા કરી હતી. હત્યા કરીને ભાગતી વખતે યુવકના ગળા પર પણ છરી ફેરવી દીધી હતી. આ હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો અને હત્યારાની ધરપકડ કરી લીધી હતી. આ હત્યાના વિચલિત કરતા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જાેઈ શકાય છે કે કેવી રીતે યુવકની ર્નિદય રીતે હત્યા કરી નાખવામાં આવે છે. આ કેસમાં હત્યા બાદ આરોપી જાતે જ એ ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. બનાવની વિગતે વાત કરીએ તો મંગળવારે સાંજે નવ વાગ્યાની આસપાસ આર્યન હુસૈન નામના યુવકની તેના જ મિત્ર અઝરુદ્દીન આસીફ મન્સૂરીએ હત્યા કરી નાખી હતી.
સીસીટીવીમાં જાેઈ શકાય છે કે આર્યન દોડતો દોડતો આવેછે. તે ઘાયલ અવસ્થામાં હોય છે અને જમીન પર પડી જાય છે. તેની પાછળ અઝરુદ્દીન પણ હાથમાં છરી સાથે દોડી આવે છે. આચર્ય નીચે પડતાની સાથે જ અઝરુદ્દીન તેના પર છરી લઈને તૂટી પડે છે અને પેટમાં ઉપરાછાપરી ઘા મારે છે. આ દરમિયાન ત્યાં અન્ય એક વ્યક્તિ પણ ઊભો હોય છે. છરીના ઉપરાછાપરી ઘા બાદ આર્યન ત્યાં જ ઢળી પડી છે. તેની આસપાલ લોહીની પાટ ભરાય છે. છરીના ઉપરાછાપરી ઘા મારીને ભાગતા પહેલા અઝરુદ્દીન આર્યનના ગળા પર પણ છરી ફેરવી દે છે. ભરૂચની નર્મદા માર્કેટ ખાતે આ બનાવ બન્યો હતો.
બજારમાં જાહેરમાં આ રીતે હત્યા કરવામાં આવતા વેપારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જાેકે, ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. હુમલા બાદ હત્યારો ફરાર થઈ ગયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે સ્તળ પર પહોંચીને આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી હતી. મિત્રની હત્યા બાદ નાસી છૂટેલો અઝરુદ્દીન પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે મૃતક આર્યનના આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા. આ મામલે આરોપીએ મૃતકને વારંવાર સમજાવ્યો હતો.SSS