કતલખાને પહોંચે તે પહેલાં ૬૧ પશુને બચાવી લેવાયા
એસ.પી. રીંગ રોડ પર મહમ્મદપુરા સર્કલ પાસે પોલીસનું સફળ ઓપરેશન :
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી મુંગા પશુઓની ચોરી કરી કતલખાને પહોંચાડતી ગેંગ ફરી સક્રિય બની ગઈ છે. આ પ્રકારે ગુના આચરતી ગેંગને પોલીસે પકડી પાડવા અગાઉ ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ પશુઓની ચોરી કરતી ગેંગ પોલીસના હાથમાં આવી નહોતી. આ માટે રાજ્યના દરેક જીલ્લાના પોલીસ વડાઓએ અલગથી સ્કવોડ પણ બનાવી હતી. આમ, અબોલ પશુઓની ચોરી કરતી ગેંગને પકડી પાડવા પોલીસે અથાગ પ્રયત્નો શરૂ કરતાં ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય પોલીસને સફળતા મળી હતી. સરખેજ પોલીસે એસ.પી. રીંગ રોડ પર મહમ્મદપુરા ચાર રસ્તા નજીકથી ખીચોખીચ અબોલ પશુ ભરેલી એક આઈશર ટ્રકને ઝડપી લઈ કતલખાને પહોચતા પહેલાં ૬૧ જેટલા પાડાને બચાવી લીધા હતા. જા કે પશુઓની ચોરી કરી કતલખાને પહોંચાડતી ગેંગના બે શખ્સો નાસી છૂટ્યા હતા. પરંતુ પોલીસે ટ્રક ચાલક એક કસાઈને ઝડપી લઈ સઘન પૂછપરછ શરૂ કરી આ અંગે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સાધનો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગતો એવી છે કે છેલ્લા કેટલાંક વખતથી પશુઓની ચોરી કરી કતલખાને પહોંચાડી મોટી કમાણી કરતી ગેંગ ફરી સક્રિય બનતા પોલીસ દ્વારા સઘન વાચ ગોઠવવામાં આવી હતી. કસાઈ ગેંગ સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી રાત્રી દરમ્યાન અબોલ પુશોઅની ચોરી કરી ક્રુરતાપૂર્વક ટ્રકમાં ભરી રાજ્યના તેમજ રાજ્ય બહારના જુદા જુદા કતલખાને પહોંચાડતી હોય છે.
આવી અબોલ પશુઓ ભરેલી ટ્રકો મોટાભાગે એસ.પી. રીંગ રોડ પરથી પસાર થતી હોય છે. આથી પોલીસે એસ.ેપી. રીંગ રોડ પર બાવળાથી માંડીને વૈષ્ણોદેવી સર્કલ સુધી સઘન પેટ્રોલીંગ શરૂ કર્યુ હતુ.
દરમ્યનમાં ગઈકાલે સવારે આશરે સાડા દસ વાગ્યાના અરસામાં એક આઈશર ટ્રક એસ.પી.રીંગ રોડ પર મહમ્મદપુરા સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી. આ ટ્રકની બોડી તાડપત્રીથી જડબેસલાક બાંધેલી હોઈ કોઈ રાહદારીને શંકા જતાં તેણે ઉભી રખાવી હતી. ટ્રક ચાલકે આ બાબતે પૂછતા તેણે ટ્રકમાં માલસામાન ભરેલો હોવાનું જણાવ્યુ હતુ. જાતજાતામાં ૪ મહમ્મ્મદપુરા ચાર રસ્તા પાસે લોકોનું ટોળું એકત્ર થયુ હતુ. અને ટ્રકને ઘેરી લીધી હતી.
આ બાબતની સરખેજ પોલસને જાણ થતાં ફરજ પરની પીસીઆર વાનમાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. આ દરમયાન બે શખ્સો ટ્રકમાંથી કૂદીને નાસી છૂટ્યા હતા. પોલીસે ટ્રકની તાડપત્રી ખોલી તપાસ કરતાં ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધેલા ૬૧ પાડા મળી આવ્યા હતા. પાડાના પગમાં અઅને ગળામાં કુરતાપૂર્વક દોરડા બાંધ્યા હતા. આ ઉપરાંત, ઘાસચારો અને પાણીની પણ વ્યવસ્થા ન હોતી.
પોલીસ ટ્રકના ચાલક અસલમ ઈસ્માઈલ કુરેશીની પૂછપરછ કરતા તેણે શરૂઆતમાં તો કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. પરંતુ પોલીસે કડક હાથે કામ લેતા ત પૂછપરછ તે પોતે ડીસાનો રહેવાસી હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે તેના નાસી છૂટેલા બે સાગરીતો નાસીર ગુલઝાર કુરેશી પણ ડીસાનો રહેવાસી હોવાનુ અને અન્ય શખ્સ ગફુર સીંધી રાજસ્થાનનો રહેવાસી હોવાનું જણાવ્યુ હતુ. કસાઈએ આઈશર ટ્રકમાં ક્રુરતાપૂર્વક ૬૧ પાડા દોરડાથી બાંધ્યા હોવાના કારણે કેટલાંક પાડા લોહીલેહાણ પણ થઈ ગયા હતા. ટ્રક ચાલક અસલમ કુરેશીએ એેવી પણ કબુલાત કરી હતી કે આ પાડા તે અને તેના સાગરીતોએ સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી વેચાતા લીધા હોવાની અને અમુક પશુની ચોરી કરી હતી. અને આ અબોલ પશુઓ રાજસ્થાનના કતલખાન પહોંચાડવાના હોવાનું પણ જણાવ્યુ હતુ. પોલીસે ૬૧ પાડા, બે મોબાઈલ ફોન, રૂ.૧૦ હજારથી વધુની રોકડ રકમ અને ટ્રક સહિત આશરે રૂ.પોણા છ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. કસાઈઓની ક્રુરતાના કારણે ગંભીરપણે ઘવાયેલા પાડાઓને નજીકના પશુ દવાખાનામાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
આ ઘટના સમયે એકત્ર થયેલા લોકો ટ્રકને લગાડે કે ભાંગફોડ કરે તે પહેલાં જ પોલીસે ટોળાને વિખેરી નાંખ્યુ હતુ. પોલીસે નાસી છૂટેલા બે કસાઈઓની સઘન શોધખોળ શરૂ કરી છે. અને આ ગેંગના સુત્રધાર કે જે અબોલ પશુઓના કતલખાને પહોંચાડી મોટી કમાણી કરે છે તે અંગે પણ પકડાયેલા ટ્રક ડ્રાઈવરની સઘન પૂછપરછ શરૂ કરી છે.