Western Times News

Gujarati News

છેલ્લા ચાર વર્ષમાં મનરેગામાં ૯૩૫ કરોડનું કૌભાંડ સામે આવ્યું

નવીદિલ્હી, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરેન્ટી યોજનામાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. હકીકતમાં જાેઈએ તો, ગ્રામિણ વિકાસ વિભાગ અંતર્ગત સામાજિક ઓડિટ એકમોને જાણવા મળ્યુ છે કે, છેલ્લા વર્ષમાં મનરેગાની વિવિધ યોજનાઓમાં ૯૩૫ કરોડ રૂપિયાના કૌભાંડ આચરવામાં આવ્યા છે. કહેવાય છે કે, આ આંકડા ગ્રામિણ વિકાસ મંત્રાલયમાંથી પ્રાપ્ત થયા છે. આંકડામાં જણાવ્યા પ્રમાણે હજુ સુધી ફક્ત ૧૨.૫ કરોડ રૂપિયા એટલે કે ૧.૩૪ ટકાની જ ભરપાઈ થઈ શકી છે. આ ડેટા વર્ષ ૨૦૧૭-૧૮થી વર્ષ ૨૦૨૦-૨૧ સુધીના છે.

જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૭-૧૮માં આ આંકડા વેબસાઈટ પર અપલોડ થવાના શરૂ થયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૨.૬૫ લાખ ગ્રામ પંચાયતોમાં છેલ્લા ચાર વર્ષોમાં ઓછામાં ઓછા એક વાર ઓડિટ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ૨૦૧૭-૧૮માં મનરેગા માટે ૫૫,૬૫૯.૯૩ કરોડ રૂપિયા ફાળવ્યા હતા, ત્યારથી આ રકમમાં વધારો થઈ રહ્યો છે. તો વળી વર્ષ ૨૦૨૦-૨૧માં આ યોજનાનો ખર્ચ ૧,૧૦,૩૫૫.૨૭ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. આ યોજના પર થતો કુલ ખર્ચ ૨૦૧૭-૧૮માં ૬૩,૬૪૯.૪૮ કરોડ રૂપિયાથી વધારીને ૨૦૨૦-૨૧માં ૧,૧૧,૪૦૫.૩ કરોડ રૂપિયા થઈ ગયા છે.

આ ઓડિટમાં કેટલીય નાણાકીય ખામીઓ જાેવા મળી છે. જેમાં લાંચ, ગોટાળો અને સામાન માટે નકલી વેપારીઓ ઉંચી કિંમત આપીને ખરીદી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ભારત રાજ્ય તમિલનાડૂમાં સૌથી વધારે ૨૪૫ કરોડના ગોટાળા થયા છે. આ ઉપરાંત કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને ઝારખંડમાં પણ કૌભાંડો થયા છે.

આંકડાની વાત કરીએ તો, રાજસ્થાન, કેરલ, અરુણાચલ પ્રદેશ, ગોવા, લદ્દાખ, અંડમાન અને નિકોબાર, લક્ષદ્વીપ, પુડુચેરી, દાદર અને નગર હવેલી, દમણ અને દીવ જેવા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનરેગા અંતર્ગત કોઈ નાણાકીય ગોટાળા થયા નથી.મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરેન્ટી યોજના ભારતમાં લાગૂ થયેલી એક રોજગાર ગેરેન્ટી યોજના છે. જેના ૭ સપ્ટેમ્બર ૨૦૦૫ના રોજ લાગૂ કરવામાં આવી હતી. આ યોજનામાં દરેક નાણાકીય વર્ષમાં ગ્રામિણ પરિવારના વયસ્ક સભ્યોને વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી આપવામાં આવે છે. તેના માટે મજૂરોને પ્રતિ દિવસ ૨૨૦ રૂપિયા મજૂરી ચુકવવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.