મનોજ વાજપેઈ, પંકજ ત્રિપાઠી, સૂર્યા અને વિદ્યા બાલનને અવોર્ડ મળ્યો

મુંબઇ, ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન ૨૦૨૧ પૂરો થયો.૧૨ ઓગસ્ટના રોજ આ ફિલ્મ ફેસ્ટિવલની શરુઆત થઈ હતી. ગયા વર્ષે ફેસ્ટિવલનું આયોજન ડિજિટલ રૂપે કર્યા પછી આ વર્ષે ૧૨મી સીઝન કોવિડ-૧૯ મહામારી દરમિયાન વર્ચ્યુઅલી અને લોકોની હાજરી સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ફેસ્ટિવલમાં દેશભરમાંથી ફીચર અને શોર્ટ ફિલ્મોની પ્રભાવશાળી સિરીઝ જાેવા મળી. સિનેમાના માધ્યમથી વિવિધતાના વિષયનું પ્રતિનિધિત્વ કરતા (આઇએફએફએમ)ને આખી દુનિયામાંથી સારો રિસ્પોન્સ મળ્યો છે.
આઇએફએફએમે પંકજ ત્રિપાઠીને લાટ્રોબ યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત ‘ડાયવર્સિટી ઈન સિનેમા’ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. આ ઉપરાંત સૂરારઈ પોટ્રૂને બેસ્ટ ફીચર ફિલ્મનો અવોર્ડ મળ્યો. સૂર્યાને ‘સૂરારઈ પોટ્રૂ’ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો. વિદ્યા બાલને ‘શેરની’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ જીત્યો. ‘મિર્ઝાપુર’ને બેસ્ટ સિરીઝનો અવોર્ડ મળ્યો. ફેમસ ડિરેક્ટર અનુરાગ બાસુને ‘લુડો’ ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ મળ્યો.
ફેસ્ટિવલના નિદેશક મીતુ ભૌમિક લાંગેએ વિનર્સ વિશે વાત કરતા જણાવ્યું, અમે દરેક વિજેતાઓ અને તેમની ટીમને સારી ફિલ્મ બનાવવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. તેમની ફિલ્મો દુનિયાભરમાં દર્શકોને ગમી છે. હવે સમય આવી ગયો છે કે અમે સિનેમામાં અને સિનેમા વિશે વાતચીત કરીએ જેમાં પક્ષપાત ના હોય. અલગ-અલગ સંવેદનાઓને સ્ટોરીના માધ્યમથી રજાે કરવાનો સમય આવી ગયો છે.
ફિલ્મ ફેસ્ટિવલમાં અનુરાગ કશ્યપ, શૂજીત સરકાર, ત્યાગરાજન કુમારરાજા, શ્રીરામ રાઘવન જેવા ફેમસ ભારતીય કલાકાર હાજર હતા. રિચા ચઢ્ઢા, ગુનીત મોંગા, ઓનિર, ઓસ્ટ્રેલિયન સીલમ પ્રોડ્યુસર જેફ્રી રાઈટ, ઓસ્કાર નોમિનેટેડ સંપાદક જિલ બિલકોક સહિત ફેમસ જ્યુરી મેમ્બર પણ હાજર હતા.
વિનર્સનું લિસ્ટ જાેઇએ તો બેસ્ટ ફીચર ફિલ્મ-સૂરારઈ પોટ્રૂ,બેસ્ટ પર્ફોર્મન્સ મેલ (ફીચર)-સૂર્યા શિવકુમાર(સૂરારઈ પોટ્રૂ),બેસ્ટ પર્ફોર્મન્સ ીમેલ (ફીચર)-વિદ્યા બાલન (શેરની) અને નિમિષા સજયન(ધ ગ્રેટ ઇન્ડિયન કિચન),બેસ્ટ ડિરેક્ટર-અનુરાગ બાસુ (લુડો) અને પૃથ્વી કોનનૂર(પિંક એલી?),બેસ્ટ સિરીઝ-મિર્ઝાપુર સીઝન ૨,બેસ્ટ એક્ટ્રેસ સિરીઝ-સામંથા અક્કિનેની(ધ ફેમિલી મેન ૨),બેસ્ટ એક્ટર સિરીઝ-મનોજ વાજપેઈ(ધ ફેમિલી મેન ૨),ઇક્વાલિટી ઈન સિનેમા(શોર્ટ ફિલ્મ)-શીર કોરમા,ઇક્વાલિટી ઈન સિનેમા(ફીચર ટીમ)-ધ ગ્રેટ ઇન્ડિયન કિચન,બેસ્ટ ઈન્ડી ફિલ્મ-ફાયર ઈન ધ માઉન્ટેન્સ,ડાઈવર્સિટી ઈન સિનેમા-પંકજ ત્રિપાઠી,ડિસરપ્ટર અવોર્ડ-સનલ કુમાર શશિધરન,બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ- શટ અપ સોના સામેલ છે.HS