Western Times News

Gujarati News

નડિયાદમાં પોલીસે દરોડા પાડી ૭.૬૩ લાખ સાથે જુગાર રમતા ૩૭ વ્યક્તિઓને દબોચ્યાં

પ્રતિકાત્મક તસવીર

નડિયાદના પોળ વિસ્તાર અને મહુધાના ભુમસ ફાર્મ હાઉસ પર દરોડા

(પ્રતિનિધિ)નડિયાદ, થોડો દિવસો પહેલા નડિયાદમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડો બાદ જિલ્લાનું પોલીસ તંત્ર સફાળું જાગી જુગારની બદીઓને રોકવા મથામણ કરી રહી છે. આ વચ્ચે ગતરાત્રે એટલે કે રક્ષાબંધનની પૂર્વ રાત્રીએ બે જુદા જુદા સ્થળોએથી સ્થાનિક પોલીસે જુગારધામ પકડી પાડ્યું છે.

જેમાં નડિયાદ ટાઉન પોલીસે પોળ વિસ્તારમાં બે જુદા જુદા સ્થળોએથી અને મહુધા પોલીસે ભુમસ ગામે ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો છે. આ બન્ને બનાવોમાં કુલ ૩૭ વ્યક્તિઓ જુગાર રમતા ઝડપી લેવાયા છે. જ્યારે બન્ને બનાવોમાં થઈને પોલીસે કુલ રૂપિયા ૭.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મળતી માહિતી મુજબ નડિયાદ ટાઉન પોલીસે ગતરાત્રે બાતમીના આધારે શહેરના ખારાકુવા વિસ્તારમાં મોંઘા પારેખની પોળમાં ચાલતા શ્રાવણીયા જુગાર પર દરોડો પાડયો હતો. અહીંયા પોલીસ પહોંચતા અફડાતફડી મચી ગઇ હતી. જાેકે પોલીસે કોર્ડન કરી ૧૮ વ્યક્તિઓને ઝડપી લીધા હતા.

જેમાં હર્ષદ ભઇલાલભાલ માચ્છી (રહે. નડિયાદ મોટા મહાદેવ આગળ રામકુટીર સોસાયટી), ધર્મેન્દ્ર રમેશ પટેલ (રહે નડીયાદ લખાવાડ ગાયત્રી પોળ તા.નડિયાદ), હાર્દીક પ્રવીણ પટેલ (રહે ઉત્તરસંડા કાપ પટેલ વાડી પાસે તા.નડિયાદ), મૌનાગં મનુ પંચાલ (રહે નડિયાદ પટેલ બેકરી સામે જી કોમ્પલેક્ષ મ.નં ૫૦૨ નડિયાદ -૨, નીલેષ શનાભાઇ ધોબી (રહે નડિયાદ દરબાર વગો સીતલ સીનેમા પાછળ હાલ

રહે પીપલગ ટાવરની અંદર નડિયાદ), રાજેશ ઉર્ફે રાજુ રાજનાથસીંગ રાજપુત (રહે નડિયાદ એ-૫ સીવીલ કોટર્સ સીવીલ રોડ, નડિયાદ), પરેશ સોમા પટેલ (રહે નડિયાદ ખારા કુવા મોઘા પારેખની પોળ તા.નડિયાદ), દીપક સુભાષ પટેલ (રહે નડિયાદ ખારા કુવા ચકલા પાસે), ભાવીક જીતેન્દ્ર દેસાઇ (રહે નડિયાદ રામકુટીર વીઠ્ઠલ કન્યા વિધ્યાલય પાસે વી.કે.વી.રોડ),

સંદીપ ઉર્ફે સેન્ડી વલ્લભભાઇ પટેલ (રહે નડિયાદ અંજલી કોમ્પલેક્ષ સીવીલ રોડ નડિયાદ), ધ્રુવ કેતન પટેલ (રહે નડિયાદ અનેરી હાઇર્ટસ ઇન્દીરા નગરી ની સામે કેનાલ ઉપર), દીપ હસીત પટેલ (રહે નડિયાદ મોટા મહાદેવ રોડ પેટલાદ ક્રોસીંગની બાજુમા નડિયાદ), રીતેન નટુભાઇ પટેલ (રહે નડિયાદ ખારા મોઘા પારેખની પોળ),

ભાર્ગવ બાબુ પટેલ (રહે નડિયાદ ખારા કુવા મોઘા પારેખની પોળ), દિનેશ છોટા પટેલ (રહે નડિયાદ ખારા કુવા મોધા પારેખની પોળ), મેહુલ ચંદુ પરમાર (રહે નડિયાદ રામ કુટીર સોસાયટી મોટા મહાદેવ રોડ), રૂચીત નીલેશ પટેલ (રહે ઉત્તરસંડા મોટી ખડકી) અને રમણ શંકર વાળંદ (રહે પીપલગ સરદાર ફળીયુ તા.નડિયાદ)નો સમાવેશ થાય છે.

પોલીસે આ બનાવમાં દાવ પરના રોકડ રૂપિયા સહિત મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૪ લાખ ૮૧ હજાર ૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત આ વિસ્તારના વાઘેશ્વરી માતાજીના મંદિરના ચોકમાંથી પણ જુગાર રમતા ૧૦ લોકોને ઝડપી લેવાયા છે.

જેમાં સરગરા કેદાર કુષ્ણકાન્ત (રહે નડિયાદ કીસન સમોસાનો ખાંચો), કીશોર ભીખા રાણા (રહે નડિયાદ ખારાકુવા કુંભારવાડ), રમેશ રણછોડ પટેલ (રહે નડિયાદ ખારાકુવા મોંઘા પારેખની પોળ), રાકેશ અંબાલાલ પટેલ (રહે નડિયાદ ખારા કુવાકુબેર મંદીરની સામે), પટેલ બીમલ કનુભાઈ (રહે નડિયાદ ,ખારાકુવા મોંઘાપારેખની પોળ), જૈમીન નટુ પટેલ (રહે નડિયાદ ખારાકુવા મોંઘા પારેખની પોળ),

કીરીટ પ્રભુદાસ પટેલ (રહે નડિયાદ, છાંટીયાવાડ લીમડી પટેલ મોટી ખડકી), હીંમાસુ જયતી પટેલ (રહે નડિયાદ, ખારા કુવા કુબેર મહાદેવ મંદીરની સામે), અંકીત સતીસ રાણા (રહે નડિયાદ ખારાકુવા કુંભાર વાડ) અને પટેલ જય સતીસ (રહે નડિયાદ, રાજીવ નગર ન્યુસોરક મેદાન)નો સમાવેશ થાય છે. પોલીસે આ બનાવમાં કુલ રૂપિયા ૧ લાખ ૧૩ હજાર ૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જ્યારે મહુધા પોલીસે ભુમસ ગામ પાસે આવેલ અફસા ફાર્મ હાઉસમાં દરોડો પાડી જુગાર રમતા અમદાવાદના ૧૦ વ્યક્તિઓને ઝડપી લીધા છે. જેમાં હબીબ સોહેલખાન બેલીમ (રહે. લાલ દરવાજા, ભદ્રકાળી મંદીર, જાનસાબનીગલી, અમદાવાદ),

અબ્દુલકલામ અબ્દુલસલામ અબ્દુલરઝાક શેખ (રહે.શાહપુર મીલ કંપાઉન્ડ ઉલગરી સ્કૂલની બાજુમાં, અમદાવાદ), અખ્તરહુસેન નુરમહંમદ યારૂભાઇ બેરા (રહે.મિરઝાપુર, મટન માર્કેટની પાછળ, લાલસીંગ માનસીંગની ચાલી, અમદાવાદ), મોહનીસખાન ઇકબાલખાન રમઝાનખાન મલેક

(રહે. આઝી જમાલનગર, સરખેજ, અમદવાદ), મહંમદનઇમ અબ્દુલકરીમ મહંમદભાઇ કુરેશી (રહે.લોઘવાડ, લખીયા ગેરેઝ મીરઝાપુર, અમદાવાદ), ગુલબાઝખાન મકબુલખાન રસુલખાન ખોખર (રહે. અમનપાર્ક, વિશાલાસર્કલ સામે, જુહાપુરા અમદાવાદ), મહેશભાઇ ભગવાનભાઇ દયાળભાઇ ઠક્કર (રહે. અંજનાપાર્ક નરોડા અમદાવાદ શહેર, અમદાવાદ),

મહંમદવસીમ ઇસોકભાઇ હનીફભાઇ મિસ્ત્રી (રહે. બુખારા મહોલ્લો પારસી અગિયારીની અમદાવાદ) હાફીજઅલી ગફુરખાં જીવણખાં ખોખર (રહે.ફતેહવાડી જામ્બુવાડા સોસાયટી સરખેજ અમદાવાદ)નો સમાવેશ થાય છે. જ્યારે અહીંયા જે જુગારધામ ચલાવતો હતો તે મંહમદ અહેઝાજ ઉર્ફે પહેલવાન (રહે. અમદાવાદ) સ્થળ પર નહતો.

પોલીસે દાવ પરના રોકડ રૂપિયા સહિત ૭ મોબાઇલ ફોન તેમજ બે ઝ્રદ્ગય્ રીક્ષા મળી કુલ રૂપિયા ૧ લાખ ૬૮ હજાર ૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.