આ ખેલાડી અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના પરિવારને લઈને ચિંતિત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/rashidkhan-1.jpg)
૨૨ વર્ષના રાશિદ ખાને શુક્રવારે રાત્રે સાઉધર્ન બ્રેવ્સ ટીમ વિરુદ્ધ એલિમિનેટર મેચ રમી હતી. રાશિદ તાલિબાનના કબજા બાદ પોતાના દેશમાં પરિવારને લઈને ચિંતિત છે અને આ કારણે ટૂર્નામેન્ટ દરમિયાન તેનો નિયમિત મસ્તીભર્યો સ્વભાવ પણ જાેવા મળી રહ્યો નથી.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન ખુબ પરેશાન છે. હાલ ઈંગ્લેન્ડમાં હાજર રાશિદ ખાનને દરેક સમયે પોતાના પરિવારની ચિંતા થઈ રહી છે.
રાશિદ ખાનની ફ્રેન્ચાઇઝી ટીમ ટ્રેન્ટ રોકેટ્સે કહ્યુ કે, રાશિદ ખાન ખુબ ચિંતામાં છે અને તે દરેક સમયે ખુદને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફ્રેન્ચાઇઝીને લાગે છે કે રાશિદ તાલિબાનના કબજા બાદ પોતાના દેશમાં પરિવારને લઈને ચિંતિત છે અને આ કારણે ટૂર્નામેન્ટ દરમિયાન તેનો નિયમિત મસ્તીભર્યો સ્વભાવ પણ જાેવા મળી રહ્યો નથી.
૨૨ વર્ષના રાશિદ ખાને શુક્રવારે રાત્રે સાઉધર્ન બ્રેવ્સ ટીમ વિરુદ્ધ એલિમિનેટર મેચ રમી હતી. ટ્રેન્ટ રોકેટ્સના કેપ્ટન લુઈસ ગ્રેગરીએ સ્કાઈ સ્પોર્ટ્સને કહ્યુ- અમારી પાસે એક શાનદાર સમૂહ છે અને તેણે વાસ્તવમાં રાશિદને આ દિવસોમાં ઘેરી રાખ્યો છે અને તેને વ્યસ્ત રાખવામાં અને જેટલું બની શકે તેનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.