કરીનાએ જેહનો ફોટો શેર કરતાં આલિયાએ પ્રેમ વરસાવ્યો
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને જેહ સાથે પોતાનો એક સુંદર ફોટો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે જાેત જાેતામાં જ વાયરલ થઇ ગયો છે. બેબોએ તસવીર શેર કરી કારણ કે જેહ હવે છ મહિનાનો છે અને આ નાનકડાં બાળક માટે પ્રેમ, આનંદ અને હિંમત માંગે છે. આ તસવીર જાેત જાેતામાં જ વાયરલ થઇ ગઇ છે. ફેન્સ જેહ અને કરીનાની આ તસવીર પર ફિદા થઇ ગયા છે. અને તેનાં પર ખુબ બધી ઇમોજીસ અને કમેન્ટ્સ કરીને પોતાનાં દિલની વાત કરી રહ્યાં છે. આ બધામાં બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ જેહ પર પ્રેમ વરસાવી રહ્યાં છે ત્યારે આલિયા ભટ્ટે પણ કરીના અને જેહની તસવીર પર કમેન્ટ કરી રિએક્શન આપ્યું છે. આલિયા ભટ્ટે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે, ર્ંસ્ય્ અને સાથે હાર્ટ ઇમોજીસ પણ શેર કર્યા છે. આલિયા ભટ્ટની આ કમેન્ટ જાેત જાેતામાં જ વાયરલ થઇ ગઇ. અને ફેન્સ આલિયાની આ કમેન્ટ પર જાત ભાતની કમેન્ટ્સ કરવાં લાગ્યા. સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટને યુઝર્સ ‘જેહ કી મામી’ કહીને સંબોધવા લાગ્યા.. વેલ આ વાત તો જગજાહેર છે કે, આલિયા અને રણબીર એકબીજાને ડેટ કરે છે અને રણબીર અને કરીના પિતરાઇ ભાઇ બહેન છે.
બીજી તરફ, રણવીર સિંહે પણ કરીના અને જેહની આ તસવીર પર કમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી શેર કરી છે. તો બીજી તરફ જેહનાં નામની બબાલ પણ જગજાહેર છે. જેહનું આખું નામ જહાંગીર અલી ખાન છે. જહાંગીર નામ રાખવા બદલ સોશિયલ મીડિયા પર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ટ્રોલ પણ થઇ ચુક્યાં છે. આલિયા ભટ્ટનાં કપૂર ખાનદાનમાં બધાની સાથે સારા સંબંધો છે. અને સૌ કોઇ તેને રણબીરની ગર્લફ્રેન્ડ તરીકે પસંદ પણ કરવાં લાગ્યાં છે. હવે આ જાેડી ક્યારે પરણે છે તે તેમનાં ફેન્સને સતાવતો સવાલ છે. આલિયા ભટ્ટનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હાલમાં તે રોકી ઔર રાની કી પ્રેમ કહાની.. અને ફરહાન અખ્તરની ફિલ્મમાં તે નજર આવશે. આ ફિલ્મનું નામ જી લે ઝરા છે. આ ફિલ્મ ગર્લ્સ રોડ ટ્રીપની કહાની છે. જેમાં આલિયાની સાથે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા નજર આવશે.SSS