નારણપુરામાં પી.આઈ.નું મકાન પચાવી પાડવાની ઘટના
નારણપુરા વિસ્તારમાં વારસાઈમા મળેલા મકાને પી.આઈને તાળુ મારી ફરજ પર હાજર થયા બાદ તેમના ભાભી તથા ભત્રીજાએ તાળુતોળી કિંમતી માલસામાન સગેવગે કરી દીધો |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીડીની સંખ્યા બંધ બનાવો બની રહ્યા છે ખાસ કરીને જમીન અને મિલકતો પચાવી પાડવામાં બનાવમા પોલીસ તંત્ર ખુબ સાવચેતીપૂર્વક તપાસ કરતુ હોય છે જ્યારે વ્યાપારીયો પાસેથી ઉધારમાં માલ ખરીદી રૂપિયા ચુકવાના બદલે ફરાર થઈ જવાની ઘટનાઓનો સીલસીલો ચાલી રહ્યો છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના નારણપુરા પોલીસ સ્ટેશનમાં એક ચોકાવનારી ફરીયાદ નોધાવી છ.
જેમાં ગુજરાત પોલીસ તંત્રના પોલીસ ઈન્સ્પેકટર ફરજ બજાવતા અધિકાર તરીકે વારસામાં મળેલ મકાન તેમના ભાભી તથા અન્ય પરીચીતોએ પડાવી લઈ ઘરમાં મુકેલો કિમતી માલ સામાન ચોરી કરી લીધો છે પી.આઈની ફરિયાદના આધારે નારણપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ખાતે રાજ્યના અનામત પોલીસ દંળમાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા દેવાંગ અન્તરાય સાતા અમદાવાદ શહેરમાં રહેતા હતા અને હાલમાં અમદાવાદ શહેરમાં તેમની વારસામા મળેલી મેલીકતો આવેલી છે
છેલ્લા ૧૬ મહિનાથી પાવડી ખાતે ફરજ બજાવી રહ્યા છે તેમના મોટાભાઈ સુનીલભાઈ અમદાવાદ નારણપુરા વિસ્તારમાં પત્રકાર કોલીની ખાતે રહે છે. તેમની માતા ગૌરીબેન ગુજરી ગયા છે જ્યારે પિતા અન્તરાય સાતા હાલમા પથારી વસ છે
તે મોટાભાઈ સુનીલની સાથે અમદાવાદમાં રહે છે તેમની પિતાજી દુરદર્શના ન્યુઝ એડીટર તરીકે નોકરી કરતા હતા પત્રકાર કોલોની ખાતે વારસમાં મળેલી મકાન પણ આવેલુ છે પત્રકાર કોલોની નંબર ૨ માં ૨/૧૮ ખાતે બગીચાની પાછળ આવેલા આ મકાનમાં તેમનો કિમતી સામાન પડ્યો હતો આ મકાનમાં તેમને વારસામા મળ્યુ હતુ.
ત્યાર બાદ આ મકાનમાં તેમને તાળુ મારી દીધુ હતુ આ દરમિયાનમાં તેમના ભાભી હર્ષાબેન સુનિલભાઈ સાતા ભત્રીજા અંકિત સુનિલભાઈ સાતા ભાર્ગવી સાતા છેલ્લા ઘણા સમયથી વારસામા મળેલા મકાનને લઈ તકરાર કરતા જાકે આ મકાન તેમને તાળુ મારી અંદર તેમની પત્નિના દાગીના તથા કોમ્પ્યૂટર તેમજ તેમના પુત્રના લગ્ન પ્રસંગે મળેલી ભેટો કિમતી ચીઝ વસ્તુઓ મુકી હતી.
મકાને તાળુ મારી તેવોપોતાની નોકરીના સ્થળે જતા રહ્યા હતા. આ દરમિયાન તેમના ભાભી હર્ષાબેન સુનિલભાઈ સાતા ભત્રીજા અંકિત સુનિલભાઈ સાતા તથા ભાર્ગવી સાતાએ પત્રકાર કોલોનીમાં આવેલી તેમના મકાનનુ તાળુ તોડી ઘરમા ઘુસી ગયા હતા એટલુ જ નહી પરતુ ઘરમાં રાખેલો કિમતી માલ સમાન સઘેવધે કરી નાખ્યો હતો આ કિંમતી માલસામાન ની કિંમત ખુબજ મોટી છે.
આમ પોલીસ ઈન્સ્પેક્ટર વારસામા મળેલા મકાનનુ તાળુ તોડી તેના જ ભાભી તથા ભત્રીજીએ મકાનનો કબજા લઈ લેતા ભારે સંનસનાટી મચી ગઈ છે. પોલીસ ઈન્સ્પેક્ટર દેવાગ સાતા ની ફરિયાદના આધારે નારણપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. કુટુબની મિલકતમાં વેચણીના મુદ્દે મનદુખ થયા બાદ આ રીતે મકાન પચાવી પાડવાની ઘટનાથી પોલીસ અધીકારીયો પણ ચોકી ઉઠીયા છે.
પોલીસે ફરિયાદ નોધીયા બાદ તાત્કાલીક આ અંગેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસ ઈન્સ્પેક્ટર દેવાગ અનંત સાતાને પોતાની ફરજ પર હાજર હતા ત્યારે આ વાતની ખબર પડી હતી અને તેવો તાત્કાલીક અમદાવાદ દોડી આવ્યા હતા. અને અમદાવાદ આવ્યા બાદ પત્રકાર કોલોનીમાં તેમને મારેલુ તાળુ તોડી તેમનાજ કુટુબીજનોએ ઘરમા ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ જેના પરિણામે તેવો માનસિક રીતે અસ્વચ્થ જણાતા હતા.
દરમિયાનમાં પોતે પોલીસમાં હોવાથી તેમને પોલીસતંત્રનો સહારો લેવાનો નક્કી કર્યુ હતુ અને તેમને આ અંગેના તમામ જરૂરી દસ્તાવેજા સાથે નારણપુરા પોલીસ સ્ટેશન પહોચી જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારી સંતર્ક બની ગયા હતા. પારિવારીક ઝઘડાના મકાન પચાવી પાડવા ઉપરાત કિમતની માલ સામાન પણ સગેવગે કરવાની પોલીસ ઈન્સ્પેક્ટરની ફરિયાદ બાદ નારણપુરા પોલીસ ખૂબજ સાવચેતી પૂર્વક કાર્યવાહી શરૂ કરી છે જાકે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.