કાબુલ એરપોર્ટ પર ફાયરિંગમાં અફઘાનિસ્તાનના જવાનનું મોત

કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ સમગ્ર દેશમાં દહેશતનો માહોલ છે. કેટલાક લોકો ડરના કારણે દેશ છોડીને ભાગી રહ્યા છે. આ તમામની વચ્ચે કેટલાક બીજા આતંકી સંગઠન પણ આનો ફાયદો લેવાના પ્રયત્નમાં છે. કાબુલ એરપોર્ટ પર સોમવારે અજ્ઞાત હુમલાખોરોએ ફાયરીંગ કર્યુ છે. જેમાં અફઘાની સુરક્ષા દળના એક જવાનનુ મોત થઈ ગયુ છે ત્યાં ત્રણ અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. કાબુલ એરપોર્ટ પર વિમાનમાં સવાર થવા માટે ભીડ આ પ્રકારે એકઠી થઈ રહી છે જેમ કે કોઈ બસ સ્ટેશન હોય અથવા રેલવેનો અનામતનો ડબ્બો. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કેટલીક તસવીરોમાં વિમાનના રન વે પર દોડવાની સાથે તેમની પાસે એકત્ર લોકોની ભીડ પણ દોડતી જાેવા મળી હતી.
આ સ્થિતિમાં ભીડ બેકાબૂ થઈ જાય છે અને સેનાના જવાનોને ફાયરીંગ કરવુ પડે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પણ કાબુલ એરપોર્ટ પર દેશ છોડવા માટે લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી અને ત્યારે પણ ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન ફાયરીંગ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નીપજ્યા. રવિવારે બીજીવાર ફાયરીંગ થયુ જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા. તાલિબાનીઓના શિકાર સૌથી વધારે મહિલાઓ અને બાળકો થઈ રહ્યા છે. કાબુલથી આવી રહેલી તસવીર આને મજબૂતીથી વ્યક્ત કરે છે. કોઈક માતા પોતાના બાળકોથી વિખૂટી પડી રહી છે. કોઈક માતા પોતાના બાળકોને જાણીજાેઈને પોતાનાથી દૂર મોકલી રહી છે જેથી તેમની આબરૂને જાેખમ ના હોય અને નવી જિંદગી મળી શકે.
અફઘાનિસ્તાન પર ૨૦ વર્ષ બાદ એક વાર ફરી તાલિબાનનો કબ્જાે થઈ ગયો છે. તેણે દેશના રાષ્ટ્રપતિ ભવન પર પણ કબ્જાે જમાવી લીધો છે. ત્યાં દેશમાં સ્થિતિ ભયાવહ બની ગઈ છે. લોકો સામાન લીધા વિના દેશ છોડીને ભાગી રહ્યા છે.SSS