CCI એ મારૂતિ સુઝુકીને 200 કરોડનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી, દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીને CCI (Competition Commission of India) એ 200 કરોડનો દંડ ફટકાર્યો છે, CCI એ કહ્યું છે કે મારૂતિએ પ્રતિસ્પર્ધાનાં નિયમોની અવગણના કરી છે.
કંપનીએ ડીલર્સ પર દબાણ લાવીને કારો પર ડિસ્કાઉન્ટ નક્કી કર્યું, કંપની વિરૂધ્ધ વર્ષ 2019માં CCI એ તપાસ શરૂ કરી કે જેમાં કારો પર ડિસ્કાઉન્ટનાં આરોપ લગાવવામાં આવ્યા હતાં.
રિપોર્ટમાં કહ્યું કે મારૂતિનાં ડિલર્સ પર ડિસ્કાઉન્ટનાં દબાણનાં કારણે ડિલરોમાં વેચાણની હોડ લાગેલી જોવા મળી, તેના કારણે ગ્રાહકોને નુકસાન થયું, કેમ કે ડીલર કોઇનાં પણ દબાણ વિના પોતાના હિસાબથી કિંમત અને ડિસ્કાઉન્ટ નક્કી કરત તો કારોની કિંમત ઓછી થઇ શક્તી હતી.
CCI એ કંપનીને કહ્યું કે તે આ પ્રકારનાં કામોથી દુર રહે, CCI એ કંપનીને 200 કરોડ રૂપિયાની રકમ 60 દિવસની અંદર જ જમા કરવાની સુચના આપી છે.
CCI ને જણાયું કે MSIL એ પોતાના ડિલરો સાથે એક કરાર કર્યો હતો, જે અન્વયે ડિલરોને કંપનીએ નક્કી કરેલા ડિસ્કાઉન્ટથી વધુ ડિસ્કાઉન્ટ ગ્રાહકોને આપતા અટકાવી દીધા હતાં, એટલે કે ડિસ્કાઉન્ટનો જે રેટ મારૂતિ સુઝુકીએ નક્કી કર્યો, તે જ રેટનું પાલન કરવા માટે ડીલર બંધાયેલા હતાં. અને કંપનીની આ નિતીનાં કારણે ગ્રાહકોને કાર ખરીદવા માટે વધુ કિંમત ચુકવવી પડી જેથી ગ્રાહકોને નુકસાન થયું હતું.