‘લવજેહાદ કાયદા’ના સંદર્ભે બંધારણની કલમ ૨૫ સાથે મહત્વપૂર્ણ અવલોકન!
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ અને જસ્ટીસ શ્રી બિરેનભાઈ વૈષ્ણવનું ‘લવજેહાદ કાયદા’ના સંદર્ભે બંધારણની કલમ ૨૫ સાથે મહત્વપૂર્ણ અવલોકન!
તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યારે બીજી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે.તાજેતરમાં અનેક કાયદાનું અર્થઘટન કરતા આપેલા ચુકાદાઓ જાેતા એવું જણાય છે કે કેટલાક નેતાઓ ભારતને વિશ્વ ગુરુ બનાવી રહ્યા છે એવું કહે છે! પરંતુ ખરેખર ભારતને વિશ્વ ગુરુ બનાવવાની અને ભારતની લોકશાહીને જીવંત રાખવાની જવાબદારી વધુ અસરકારક રીતે ભારતની સુપ્રીમ કોર્ટ અને દેશની હાઇકોર્ટો નીભાવે છે!
તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી સંજય કિશન કોલ અને જસ્ટિસ શ્રી ઋષિકેશ રોય ની ખંડપીઠે દેશની યુવતીઓને નેશનલ ડિફેન્સ એકેડેમી માં પ્રવેશ આપતો હુકમ કરીને મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદાન કરી છે. આ ન્યાયાધીશોએ એવી ટકોર કરી હતીકે ‘‘શું દેશની સેના ન્યાયિક આદેશો પસાર કર્યા પછી જ કામ કરશે’’?!
સેનાએ મહિલાઓ પ્રત્યેનું વલણ બદલવું જાેઈએ!! અને સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ૧૨મા પછી ની એન.ડી.એ ની પરીક્ષા માં સામેલ થઈ સેનામાં ભરતી થઈ શકશે!એવો મહત્વપૂર્ણ આદેશ કર્યો છે ઈનસેટ તસવીર સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી સંજય કિશન કૌલ તથા જસ્ટિસ શ્રી ઋષિકેશ રોયની છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
શહેરની યુવતી લગ્ન કર્યા વગર બાળક લાવે તો ‘મોર્ડન’ કહેવાય અને ગ્રામીણ યુવતી પર આઈ.પી.સી. લગાવો છો? જસ્ટીસ શ્રી પરેશભાઈ ઉપાધ્યાયનું વ્યક્તિગત ગુપ્તતાના અધિકાર સંદર્ભે તથા બંધારણની કલમ ૨૦(૩) સંદર્ભે મહત્વનું અવલોકન?!
અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કેનેડીએ સમગ્ર માનવજાતને સુંદર સંદેશો આપતા કહ્યું છે કે ‘‘મારા અમેરિકનો મને એ ના પૂછો કે અમેરિકાએ તમારા માટે શું કર્યું તમે મને એ પૂછો કે તમે અને હું સમગ્ર માનવજાતના સ્વાતંત્ર માટે શું કરીશું’’?! જ્યારે મહાત્મા ગાંધીએ સરસ કહ્યું છે કે ‘‘નેતા જ્યારે પોતાના અંતરાત્માના અવાજની વિરુદ્ધ વર્તે છે
ત્યારે બિનઉપયોગી બની જાય છે’’!! લોકશાહી અને આઝાદીની સુરક્ષા કરવાનું દરેક લોકશાહી દેશના બંધારણમાં મહત્વનું સ્થાન અપાયું હોવા છતાં ભારતમાં અનેક રાજ્યોની સરકારો ચલાવતા નેતાઓ સત્તાના સિંહાસન પર બેઠા પછી આઝાદી, માનવ અધિકાર અને લોકશાહી પર કુઠારાઘાત કરતા એવા કાયદા રચી નાખે છે જે દેશના બંધારણીય મૂલ્યો સાથે સુસંગત ન હોય! અને પરિણામે રચાયેલા કાયદાઓ હાઈકોર્ટે કે સુપ્રીમકોર્ટે રદ કરવા પડે છે!!
આંતરધર્મીય લગ્નો ગેરકાયદે ધર્માંતરણ માટે થાય છે તેવું ગણી શકાય નહીં અને છેતરપિંડી કે લાલચ દબાણ વગર થયેલા લગ્નમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં લવજેહાદ ની ૭ જેટલી કલમો પર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટીસ શ્રી બિરેનભાઈ વૈષ્ણવે વચગાળાનો સ્ટે ફરમાવ્યો!!
અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને કહ્યું હતું કે ‘‘અદાલતો ની સત્તાઓ એ વ્યક્તિના અધિકારો અને સરકારની ખાસ સત્તાની છેવટે રક્ષક ગણાય છે’’!! આમ ન્યાયતંત્રએ સમગ્ર પદ્ધતિને સમતુલામાં રાખનારુ પરિબળ છે! ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટીસ શ્રી બિરેનભાઈ વૈષ્ણવ ની ખંડપીઠે ગુજરાત સરકારે રચેલા ‘લવજેહાદ’ કાયદાની ૭ જેટલી કલમની જાેગવાઇ પર વચગાળાનો ‘રૂકજાઓ’ સ્ટે નો હુકમ કરતા કાયદાશાસ્ત્રીઓમાં તેને આવકાર મળતો જાેવા મળે છે.
દેશનું બંધારણીય બિનસાંપ્રદાયિકતાના મૂલ્યનું સમર્થન કરે છે અને દેશના બંધારણ મુજબ દરેક વ્યક્તિને તેના અંતરાત્માના અવાજ મુજબ ‘ધર્મ’ પાળવાની સ્વતંત્રતા છે ત્યારે લવ જેહાદની કેટલીક કલમો બંધારણ ના સિદ્ધાંતો સાથે ટકી શકે તેમ નથી એવું જાણકારોનું માનવું છે!
ગુજરાત સરકારે કથિત લવ જેહાદ કાયદામાં જાેગવાઈ જેવી કે લોભ, લાલચ, દબાણથી થતા ગુના સંદર્ભે હાઇકોર્ટ ગુના સામે કામ લેવા સ્ટે નથી આપેલો પરંતુ આંતરધર્મીય લગ્ન કરતા કોઈ વ્યક્તિને અટકાવી શકાય નહીં કારણકે આવા લગ્નો ગેરકાયદેસર ધર્માંતરણ માટે થાય છે તેવું ગણી શકાય નહીં
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટીસ શ્રી બિરેનભાઈ વૈષ્ણવે કાયદાની કલમ ૩ કલમ ૪ કલમ ૪એ કલમ ૪બી કલમ ૪સી કલમ ૫ તથા કલમ ૬ વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો છે વેસ્ટર્ન ટાઈમ્સ અખબારે તેના એક અહેવાલમાં સરકારે લવજેહાદ ની જાેગવાઈઓને બંધારણ સાથે સુસંગત છે કે નહીં તે તપાસી જવા પ્રત્યે ધ્યાન દોર્યું હતું એ અત્રે નોંધનીય છે!!
લગ્ન કર્યા વગર બાળક જન્મે તો મોટા શહેરોમાં તેને મોર્ડન કહેવાય અને ગામડાની યુવતીને આઈ.પી.સી.ની કલમ લગાવો છો – જસ્ટીસ શ્રી પરેશભાઈ ઉપાધ્યાય!
ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે ચેલમેશ્વરે વ્યક્તિગત ગુપ્તતાના અધિકાર ને બંધારણીય અધિકાર તરીકે જાહેર કરતાં કહ્યું હતું કે ‘‘કોઈ સ્ત્રી બાળકને જન્મ આપવા માંગતી હોય કે તેનો ગર્ભપાત કરાવી દેવા માગતી હોય તો તે તેનો મૌલિક અધિકાર છે’’!!
ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી પરેશભાઇ ઉપાધ્યાય તાજેતરમાં એક ગ્રામીણ યુવતીના પતિને પોક્સોના કાયદા હેઠળ પકડાયેલા પતિને ફક્ત રૂપિયા ૧૦૦ ના બોન્ડ પર જામીન આપતાં પૂર્વ મહત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો હતો કે ‘‘લગ્ન કર્યા વગર બાળક જન્મે તો મોટા શહેરોમાં તેને મોર્ડન કહેવાય અને ગામડાની યુવતીને આઈ.પી.સી.ની કલમ લગાવો છો’’?!
અને સાથે યુવતીને બાળકનો પિતા કોણ છે તે બાબતે જવાબ આપવાની ફરજ પાડી શકાય નહીં એવું પણ કોર્ટે અવલોકન કર્યું હતું! આ મહત્વપૂર્ણ અવલોકન અને વ્યક્તિગત ગુપ્તતાના અધિકારનું સમર્થન કરે છે એટલું જ નહીં બંધારણની કલમ ૨૦ (૩) યોગ્ય અર્થઘટન કરે છે જેથી કોઈને કથિત ગુનામાં સંડોવણી કરવાની ફરજ પાડી શકાય નહીં જસ્ટીસ શ્રી પરેશભાઈ ઉપાધ્યાય ચુકાદો વકીલોમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે