સુયશ રાયે કરણ જાેહરને માત્ર ફિલ્મ બનાવવાની સલાહ આપી
મુંબઈ, બિગ બૉસ ઓટીટીની શરુઆત હજી તો બે અઠવાડિયા પહેલા જ થઈ છે અને શૉના હોસ્ટ કરણ જાેહર પર લોકોએ આંગળી ચીંધવાની શરુઆત કરી દીધી છે. રવિવારના રોજ વીકેન્ડ કા વાર એપિસોડમાં કરણ જાેહરે ઘણી વાર કહ્યું કે તે એક ફેર હોસ્ટ છે, પરંતુ દર્શકોની દલીલ છે કે, કરણ જાેહર જે કહે છે અને જે કરે છે તે બન્નેમાં અંતર છે. બાકી જનતાની સાથે સાથે બિગ બોસ ૯ના કન્ટેસ્ટન્ટ અને સિંગર સુયશ રાયે પણ કરણ જાેહરને ટોણા માર્યા છે. સુયશે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો રોષ ઠાલવ્યો છે અને તેણે કરણ જાેહરને લૂઝર પણ કહ્યો છે. વીકેન્ડ કા વાર એપિસોડમાં કરણ જાેહરે દિવ્યા અગ્રવાલ પર ગુસ્સો કર્યો હતો. તેણે દિવ્યાને ઘણીવાર બોલતા રોકી અને તેને પોતાના ટોન પર પણ ધ્યાન આપવાની સલાહ આપી. આ વખતે પણ કરણ જાેહરે શમિતા શેટ્ટીને બોલવાની તક આપી હતી.
કરણે ઝીશાન ખાનને પણ બોલવાની તક નહોતી આપી. માટે સુયશ રાયે એક પછી એક છ સ્ટોરી મૂકીને રોષ ઠાલવ્યો હતો. સુયશે લખ્યું કે, પ્રિય કરણ જાેહર, હું તમારી ગેરસમજ દૂર કરુ છું. તમે સલમાન ખાન નથી. માટી સમજી વિચારીને વાત કરો. મને નહોતી ખબર કે કરણ જાેહર આટલા મોટા લૂઝર છે. ઉલ્લેખનીય છે કે રવિવારના એપિસોડમાં દિવ્યા અગ્રવાલ કરણ સાથે ઉંચા ટોનમાં વાત કરી રહી હતી, માટે કરણે કહ્યું કે, તમે પોતાનો ટોન સંભાળો અને મારી સાથે આ પ્રકારે વાત ના કરશો. સુયશે પોતાની પોસ્ટમાં લખ્યું કે, પ્રિય કરણ જાેહર, હવે તમે પોતાનો ટોન ચોક્કસપણે ચેક કરજાે. ત્યારપછી એવી આશા રાખજાે કે કોઈ તમારી સાથે સારી રીતે વાત કરે. તમે દિવ્યા તરફ આંગળી ના ઉઠાવો, અને આ બધું કરવું હોય તે શમિતા શેટ્ટી સાથે કરો. ફિલ્મો બનાવો ત્યાં સુધી ઠીક છે.
સુયશે ઝીશાનનું સમર્થન કરતાં લખ્યું કે, મને આજના એપિસોડમાં ઝીશાન માટે ઘણું દુખ થયું. બિચારો છોકરો, તેની સાથે આજે જેવું વર્તન થયું, તેણે એવું કંઈ કામ નથી કર્યું. મને માફ કરો પણ કોઈ તે ઘરમાં કરણ જાેહરથી અપમાનિત થવા નથી ગયું. દરેક સ્થિતિનું નિરાકરણ લાવવાની એક રીત હોય છે, માત્ર હોસ્ટ બનવું જરુરી નથી, આ પદ સાથે ન્યાય પણ કરવાનો હોય છે.SSS