સ્નેહા જૈનનું સાથ નિભાના સાથિયા-૨થી નસીબ પલટાયું
મુંબઈ, એક્ટ્રેસ સ્નેહા જૈન હાલ સીરિયલ સાથ નિભાના સાથિયા ૨માં ગેહનાનું પાત્ર ભજવી રહી છે. શોનો ભાગ બનીને તે ખુશ છે પરંતુ અહીંયા સુધી પહોંચવું તે તેના માટે સરળ નથી.
સ્કૂલના સમયથી તે એક્ટ્રેસ બનવા ઈચ્છતી હતી અને જીવનમાં તે તરફ ખૂબ વહેલા જ કામ કરવાનું શરુ કરી દીધું હતું. જાે કે, ટેલિવિઝનની દુનિયામાં અલગ જ પડકારો હોય છે. તેણે કહ્યું ‘મેં મારા કરિયરની શરુઆત વર્ષ ૨૦૧૬માં શો કૃષ્ણાદાસીથી કરી હતી. બાદમાં મને કંઈ સારું મળ્યું નહોતું.
તેથી મેં ક્રાઈમ પેટ્રોલ જેવા એપિસોડ કરવાનું શરૂ કરી દીધું. તે ચાર વર્ષ મારા જીવનના સૌથી કપરા હતા. હું ઓડિશન આપતી હતી પરંતુ કંઈ મળતું નહોતું. જેના કારણે મને મારા પર શંકા થવા લાગી હતી. મેં મારી જાતને પૂછવાનું શરૂ કરી દીધું હતું કે, શું હું બરાબર થું કે નહીં? શું હું ટેલેન્ટેડ છું કે નહીં?. મને ક્યારેય કોઈ વાતની ખુશી થતી નહોતી.
હું ઘણીવાર હતાશ થઈ જતી હતી. તેમ છતાં મારો પરિવાર મારી સાથે પહાડની જેમ ઉભો રહ્યો છતાં દિવસના અંતે હું સારું અનુભવતી હતી’, તેમ સ્નેહાએ કહ્યું. પરંતુ સ્થિતિ અચાનક બદલાઈ ગઈ. તેણે ‘સાથ નિભાના સાથિયા ૨ માટે ઓડિશન આપ્યું અને રોલ મળી ગયો.
જ્યારે હું પ્રોડ્યૂસર્સને મળી ત્યારે મને જાણ થઈ કે શો માટે મારી પસંદગી થઈ હતી. મને વિશ્વાસ આવી રહ્યો નહોતો. મારા માતા-પિતા અને મિત્રો ખૂબ ખુશ થયા હતા. જ્યાં સુધી પ્રોમો લોન્ચ ન થયો ત્યાં સુધી મેં કોઈને જણાવ્યું નહોતું. હું જાણે સપનામાં જીવી રહી હોઉ તેવું લાગતું હતું’, તેમ સ્નેહાએ ઉમેર્યું. શરૂઆતમાં શો લોન્ચ થયો ત્યારે સ્નેહાએ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ બાબતોની તેના પર અસર થઈ નહોતી.
‘શોની જ્યારે બીજી સીઝન આવે ત્યારે દર્શકો અગાઉની સીઝનના એક્ટર્સને જાેવા માગે છે. લોકો કહેતા હતા કે તેઓ શોમાં કોકિલા અને ગોપીને જાેવા માગે છે.
મને પહેલા ખરાબ લાગતું હતું પરંતુ તેં ટિકાને પોઝિટિવ રીતે લેવાનું અને મારી એનર્જી કામ પાછળ ખર્ચ કરવાનું નક્કી કર્યું હતું. આજે બધું સારું છે’, તેમ સ્નેહાએ જણાવ્યું હતું.SSS