સાઉથની ફિલ્મ ‘કંચના ૩’ની અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા મૃત હાલતમાં મળી આવી
સાઉથ-બોલિવૂડ ડિરેક્ટર રાઘવ લોરેન્સની ફિલ્મ ‘કંચના ૩’માં ૪ હીરોઇન જાેવા મળી હતી. આ ફિલ્મમાં ઓવિયા, વેધિકા તથા નિકી તંબોલી હતાં. આ ઉપરાંત ચોથી એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા પણ હતી.
મુંબઈ, રાઘવ લોરેન્સની સાઉથ ઈન્ડિયન ફિલ્મ ‘કંચના ૩’માં જાેવા મળેલી રશિયન એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા ગોવાના એક એપાર્ટમેન્ટમાંથી મૃત હાલતમાં મળી આવી હોવાનું રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે.
રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, મોડેલ અને એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા ગોવાના એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી કે જ્યાંથી તે મૃત હાલતમાં મળી આવી છે. પોલીસ એવી પણ શંકા વ્યક્ત કરી રહી છે કે એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રાએ આત્મહત્યા કરી હશે. તેના ઓટોપ્સી એટલે કે શબ પરીક્ષણ રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે.
એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા રશિયન હોવાથી ગોઆ પોલીસે રશિયન એમ્બેસીને પત્ર લખીને એક પ્રતિનિધિની નિમણૂક કરવાનું જણાવ્યું છે કે જેથી એક્ટ્રેસની મેડિકલ-કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી શકાય.
રશિયન કોન્સ્યુલેટે કહ્યું હતું કે એક્ટ્રેસનો પરિવાર સમંતિ આપી પછી તરત જ પોસ્ટમોર્ટમ કરાશે. રશિયન મોડેલ એલેક્ઝાન્ડ્રાએ તમિલ ફિલ્મ ‘કંચના ૩’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
એલેક્ઝાન્ડ્રા ગોવામાં ભાડાના મકાનમાં રહેતી હતી. ૨૦૧૯માં એલેક્ઝાન્ડ્રાએ ચેન્નઈ સ્થિત ફોટોગ્રાફર વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
એલેક્ઝાન્ડ્રાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે ફોટોશૂટ બાદ ફોટોગ્રાફરે તેની સાથે સૂવાનું કહ્યું હતું. તેણે ના પાડી તો ફોટોગ્રાફરે તેને બ્લેકમેઈલ કરીને ધમકી આપી હતી.
સાઉથ-બોલિવૂડ ડિરેક્ટર રાઘવ લોરેન્સની ફિલ્મ ‘કંચના ૩’માં ૪ હીરોઇન જાેવા મળી હતી. આ ફિલ્મમાં ઓવિયા, વેધિકા તથા નિકી તંબોલી હતાં. આ ઉપરાંત ચોથી એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા પણ હતી.SSS