ગુજરાતમાં ૫ હજાર ઝુંપડપટ્ટીઓ તોડી પાડવા મામલે રાજ્ય સરકારને નોટિસ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ૫૦૦૦ ઝુંપડપટ્ટીઓને તોડી પાડવા મામલે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ઝુંપડપટ્ટીઓને તોડી પાડવા મામલે પ્રતિબંધ લગાવી દેવાની સાથે-સાથે રાજ્ય સરકારને એવો નિર્દેશ આપ્યો છે કે, ‘તેઓ આવતી કાલ સુધી યથાસ્થિતિ જાળવી રાખે. કોર્ટ આવતી કાલે આ મામલે સુનાવણી કરશે.’ આ મામલે સુપ્રીમ કોર્ટએ રાજ્ય સરકારને નોટિસ પણ રજૂ કરી છે.
તમને જણાવી દઇએ કે, વકીલો દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર આજે રાત્રે આ ઝુંપડપટ્ટીઓને તોડી પાડશે. આથી
આ મામલે સુપ્રીમ કોર્ટમાં તેની પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, અરજકર્તાના વકીલ કૉલિન ગોંજાલ્વિસએ કોર્ટને જણાવ્યું કે, ‘આ મામલામાં ૨૦૧૬થી લાગેલા પ્રતિબંધને હાઇકોર્ટએ હટાવી લીધો છે. જાે સુપ્રીમ કોર્ટ દ્વારા આની પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે તો તંત્ર દ્વારા આજે જ આ તમામ ઝુંપડપટ્ટીઓને હટાવી દેવાશે.’HS