છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા

નવીદિલ્હી, ત્રીજી લહેરની આહટ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૩૫૪ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે પણ ૨૫,૦૭૨ જેટલા નવા કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૫,૪૬૭ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે ૩,૨૪,૭૪,૭૭૩ પર પહોંચી ગયો છે. એક દિવસમાં જાે કે ૩૯,૪૮૬ લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૩,૧૭,૨૦,૧૧૨ પર પહોંચી છે.
સરકારી આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૪ લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે કોરોનાના કારણે ૩૮૯ લોકોના મૃત્યુ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે ૪,૩૫,૧૧૦ પર પહોંચી ગયો છે. કોરોનાની ત્રીજી લહેરના ભણકારાના પગલે રસીકરણ અભિયાન પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના રસીના ૬૩,૮૫,૨૯૮ ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝની સંખ્યા હવે ૫૮,૮૯,૯૭,૮૦૫ પર પહોંચી ગઈ છે.HS