૧૨ વર્ષની છોકરી માતા બની, ૩ જણાએ રેપ કર્યો હતો

પ્રતિકાત્મક
જાેધપુર, રાજસ્થાનના જાેધપુરના ગ્રામ્ય વિસ્તારમાં માં બનેલી એક ચકચારી ઘટનામાં ૧૨ વર્ષની એક બાળકી માતા બની છે. તેના પર તેની જ સ્કૂલમાં ભણતા ૩ વિદ્યાર્થીઓએ આઠ મહિના પહેલા રેપ કર્યો હતો. બાળકી જ્યારે પ્રેગનન્ટ બની ત્યારે આ મામલો બહાર આવ્યો હતો.પોલીસે હવે ત્રણ સગીર વયના વિદ્યાર્થીઓને અટકાયતમાં લીધા છે.
દરમિયાન બાળકીને મળવા માટે બાળ સંરક્ષણ આયોગના પ્રતિનિધિ જાેધપુરની હોસ્પિટલમાં પહોંચ્યા છે.પોલીસના કહેવા પ્રમાણે બાળકીને તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ સૂમસામ વિસ્તારમાં લઈ ગયા હતા અને તેની સાથે દુષકર્મ આચર્યુ હતુ. તે વખતે બાળકીએ ડરના કારણે કોઈને આ વાત કરી નહોતી. હવે બાળકીએ એક બાળકને જન્મ આપ્યો છે ત્યારે આ ચકચારી કેસ સામે આવ્યો છે.
રેપના છ મહિના બાદ છાત્રાનુ પેટ ફુલવા માંડ્યુ હતુ અને ઘરના સભ્યોને લાગ્યુ હતુ કે, બાળકીને પેટમાં ગાંઠ થઈ છે. જાેકે રવિવારે બાળકીની તબિયત ખરાબ થઈ ત્યારે તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી અને ત્યાં ડોકટરોએ તપાસ કરતા તે પ્રેગનન્ટ હોવાનુ ખબર પડી હતી. એ પછી જયારે હોસ્પિટલની નર્સે પરિવારજનોને બાળકી માતા બની હોવાનુ કહ્યુ હતુ ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા.SSS