Western Times News

Gujarati News

૮-દેશો અને ૧૨ રાજયોના ૩૦૦ થી વધુ પ્રદર્શકો ઈન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરમાં ઉપસ્થિત

અમદાવાદમાં ઈન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી- વિશ્વમાં તેજી-મંદીના ચાલતા ચક્ર વચ્ચે આપણે  વેપાર-કારોબાર અર્થવ્યવસ્થાની સ્થિતી સાહસિકતા,બચત, કન્ઝ્યૂમર માર્કેટની વિરાસતથી જાળવી રાખી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરનો પ્રાંરભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વના તેજી-મંદીના ચક્ર વચ્ચે પણ આપણે સાહસિકતા, બચત અને કન્ઝ્યુમર માર્કેટની વિરાસતથી વેપાર-કારોબાર અને  અર્થવ્યવસ્થા જાળવી રાખી છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પણ પોલિસી ચેઇંજથી અને બાઇંગ કેપેસિટી જળવાઇ રહે તે માટે જાગૃરુક્તાથી પગલા ભર્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આરંભ કરાવેલા આ ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરમાં ભૂતાન, બાંગ્લાદેશ સહિત ૮ દેશો અને ભારતના ૯ રાજ્યના ૩૦૦થી વધુ પ્રદર્શકો અને ઉત્પાદકો ભાગ લઇ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમા લઘુ,નાના અને મધ્યમ ઉદ્યોગની મહત્વની ભૂમિકા હોવાનું જણાવ્યુ અને ઉમેર્યું કે ગુજરાત ૩૪ લાખ એમએસએમઈ સાથે ભારતમાં અગ્રેસર છે. તેમણે આવા લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઓછા ખર્ચે સ્પર્ધાત્મક  યુગમાં ટકી રહે અને તે માટેના રાજ્ય સરકારના પ્રોત્સાહનનો અને પ્રયત્નની ઝાંખી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ નવા ભારતના નિર્માણની અને દેશની પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાની સંકલ્પના સેવી છે, તેમાં ગુજરાત સૌરઉર્જા, ડબલ ડિજિટ ગ્રોથ, જીએસડીપી તથા લોજિસ્ટિ્કસમાં  શ્રેષ્ઠતા સાથે યોગદાન આપી રોલ મોડલ બનવા સંપૂર્ણ સજ્જ છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં પ્રકૃતિ, પર્યાવરણની રક્ષા સાથે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટને મુખ્ય  આધાર બનાવ્યો છે, તેમ પણ જણાવ્યું હતું.

તેમણે રાજ્યમાં હેપ્પીનેસ ઇન્ડેક્સ વધે અને આવનારા સમયમાં વેપાર-ઉદ્યોગ સહિત સૌને આનો લાભ મળે અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની ગતિ વધુ તેજ બને તે માટે આવા ટ્રેડ ફેરને ઉપયોગી ગણાવ્યા હતા.

ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરના ચેરમેનશ્રી પ્રકાશભાઇ શાહે જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશિન હોલમાં ૧૪થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૮ દેશ અને ૧૨ રાજ્યમાંથી વિવિધ વસ્તુ ઓ જેમ કે, લાઇફ સ્ટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, બાળકોના રમકડા, પ્રોસેસ્ડ ફૂડ, ફર્નિચર અને ઇન્ટિરિયર, ટેક્ષટાઇલ્સ, ગર્વમેન્ટ એન્ડ પીએસયુ, ઇન્ટરનેશનલ પ્રોડ્કટ્સ જોવા મળશે. અમદાવાદમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેર કરવામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ઘણો સપોર્ટ મળ્યો છે.

ગ્લોબલ સોલાર કાઉન્સિલ એન્ડ નેશનલ સોલાર એનર્જી ફેડરેશન, ઇન્ડિયાના શ્રીપ્રણવ મહેતાએ જણાવ્યું કે, ગુજરાત આજે સોલારરૂફ્ટમાં નંબર વન છે. ગુજરાતમાં શરુઆતમાં ૧૮ કંપનીઓ હત, જ્યારે આજે ૫૦૦થી વધુ કંપનીઓ આવી ગઇ છે, જેના કારણે રોજગારીની તકોમાં પણ વધારો થયો છે.

જ્યારે જોઇન્ટ સેક્રેટરી બાંગ્લાદેશના શ્રી રહેમાનભાઇએ જણાવ્યું કે, ભારત સાથે બાંગ્લાદેશના ઘણા સમયથી વ્યાપારિક સંબંધો રહ્યા છે. આ ટ્રેડમાં ભાગમાં બાંગ્લાદેશની ઘણી વસ્તુઓ મૂકવામાં આવી છે, જેનો લાભ અહીંના લોકોને મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.