શહેરમાં સવારથી જ ટ્રાફિકના નવા નિયમોનો અમલ
ઠેર ઠેર વાહન ચેકીંગઃ સ્થાનિક પોલીસ એલર્ટઃ નાગરીકો સાથે ઘર્ષણમાં
|
અમદાવાદ: કેન્દ્ર સરકારે ટ્રાફિકના નવા નિયમોનો વટહુકમ લાવી દેશભરમાં તેનો અમલ કરવા માટે તમામ રાજ્યો સરકારને સુચના આપી છે. ગુજરાત સરકારે દંડની રકમમાં ઘટાડો કરી આ નિયમોનો આજથી રાજ્યભરમાં અમલ શરૂ કરાવ્યો છે. અમલના પૂર્વ દિવસે ઉચ્ચ અધિકારીઓની તબકકાવાર બેઠકો યોજાઈ હતી અને તેમાં નાગરીકોમાં ટ્રાફિકના નિયમોની જાગૃત લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવાનું નક્કી કરાયુ હતુ.
બને ત્યાં સુધી નાગરીકો સાથે ઘર્ષણમાં ન ઉતરવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ. આજે સવારથી જ ટ્રાફિક નિયમના અમલના પ્રથમ દિવસથી શહેરભરમાં ઠેર ઠેર ટ્રાફીક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ છે. અને નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસુલવાની શરૂઆત કરાઈ છે. જા કે પ્રથમ દિવસથી શહેર પોલીસને એલર્ટ કરવામાં આવ્યુ છે. જા કે કેટલાંક સ્થળો પર ઘર્ષણના બનાવો બની રહ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે કેન્દ્ર સરકારે દેશભરમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ કરી દીધો છે. ગુજરાત સરકારે પણ દંડની રકમમાં ઘટાડો કરીને આ નિયમો લાગુ કરી દીધા છે. આજે ૧૬મી તારીખથી નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. નિયમોના અમલ પૂર્વે રાજ્યભરમાંથી અમલ સામે વિરોધ થઈ રહ્યો છે. શહેરમાં તૂટેલા રસ્તાઓ, પા‹કગનો અભાવ સહિતના મુદ્દે સરકાર વ્યવસ્થા કરે એવી માંગણી મુકવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે આ નિયમોનો આજથી અમલ શરૂ કરી દીધો છે.
શનિ-રવિ બે દિવસ રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પોલીસ અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી. અને આ બેઠકોમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.ખાસ કરીને નિયમોના અમલ દરમ્યાન શાંતિ જાળવવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
સાથે સાથે પ્રારંભિક દિવસોમાં નાગરીકો સાથે શાંતિથી સમજાવટ બાદ દંડ વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ વખત નિર્ણયોનો ભંગ કરવા બદલ વાહનચાલકોને નિયમના અમલ અંગે સમજુતિ આપવામાં આવનાર છે. આ અંગે તમામ ટ્રાફિકના જવાનોને સુચના આપી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં આજથી શરૂ થયેલા ટ્રાફિક નિયમોના અમલને પગલે સવારથી જ મોટાભાગના વાહનચાલકોનો નિયમોનું પાલન કરતા જાવા મળતા હતા. ખાસ કરીને દ્વિચક્રીય વાહનચાલકો હેલ્મેટથી સજ્જ જણાતા હતા. આ ઉપરાંત તમામ દસ્તાવેજા પણ વાહનચાલકો પોતાની પાસે રાખતા હતા. અમદાવાદ શહેરમાં ખાસ કરીને મોટા જંકશનો ઉપર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
શહેરમાં ટ્રાફીકના નિયમો જળવાઈ રહે એ માટે સવારથી જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રસ્તાઓ ઉપર જાવા મળતા હતા. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી હોય એવા દ્રષ્યો સર્જાયા હતા. શહેરના લાલ દરવાજા-વીજળી ઘર વિસ્તારમાં ચાર રસ્તા પર સવારથી જ ચેકીંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત એલિસબ્રિજના બંન્ને છેડા ઉપર પસાર થતાં વાહનચાલકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યુ હતુ.
શંકાસ્પદ વાહનચાલકોને અટકાવીને તેમની પાસેથી કાગળીયા માંગવામાં આવતા હતા. શરૂઆતમાં ટ્રાફિકના નિયમોનો અમલ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ઉપરાંત અન્ય મોટા શહેરોમાં પણ આ જ રીતે આજે સવારથી વાહનચેકીંગની કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદ શહેરમાં પૂર્વના પટ્ટામાં ટ્રાફીકના નિયમોના અમલ અંગે કોઈ ખાસ તકેદારી રાખવામાં આવતી નહીં હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.
માત્ર પશ્ચિમના વિસ્તારોમાં જ તથા લાલ દરવાજા વિસ્તારમાં જ ટ્રાફિકના નવા નિયમોનો અમલ થતો હોય એવા દ્રષ્યો જાવા મળતા હતા. સમગ્ર શહેરમાં સમાન રીતે ટ્રાફિકના નિયમોનો અમલ થાય એવી લાગણી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમ માટે ચકાસણી કરવા માટે અન્ય પોલીસ એજન્સીઓનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શહેરમાં તમામ પોલીસ સ્ટેશનોની અંદર પણ તમામ જવાનોને એલર્ટ રાખવામાં આવ્યા છે. અને જ્ે કોઈ સ્થળ પર નાગરીક સાથે ઘર્ષણ થાય ત્યાં ત્વરીત પહોંચી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.