સગીરાને ગર્ભવતી બનાવનાર પિતરાઈની ધરપકડ કરાઈ
અમદાવાદ, ગોમતીપુરમાં રહેતી ૧૭ વર્ષની સગીરા તેના પિતરાઇ ભાઇના ઘરે આવતી જતી હતી. ત્યારે એકવાર એકલતાનો લાભ ઉઠાવીને પિતરાઇ ભાઇએ સગીર બહેન પર બળાત્કાર ગુજાર્યો હતો. થોડા મહિના બાદ સગીરાને પેટમાં દુખાવો ઊપડતા તે માતા સાથે સારવાર અર્થે ગઇ હતી. જ્યાં તબીબે ૮ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. સગીરાએ માતાને પિતરાઇ ભાઇએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. સગીરનું બાળક મૃત હાલતમાં જન્મ્યું હતું. તેમજ થોડા દિવસો બાદ સગીરાનું પણ મોત નિપજ્યું હતું. ગોમતીપુર પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનારા પિતરાઇ ભાઇની ધરપકડ કરી વધુ કાયર્વાહી હાથ ધરી છે.
૧૭ વર્ષની પ્રેગનેન્ટ છોકરીએ શહેરના સરસપુર વિસ્તારમાં મૃત બાળકને જન્મ આપ્યા બાદ તેનું મોત થઈ ગયું હતું. આ મામલે અજાણી વ્યક્તિ સામે સદોષ મનુષ્યવધ, બળાત્કાર અને કેદ કરવાનો ગુનો નોંધાયો છે. પોક્સો (પોક્સો- પ્રેવેન્સન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. છોકરીનું શનિવારે મોત થઈ ગયું હતું.
સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સાહિલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરુ કરી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે રાઠોડે જણાવ્યું હતું કે, સગીરા સાથે દુષ્કર્મ બાદ તેને ગર્ભવતી બનાવી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને એકબીજાને ઓળખતા હતા કે કેમ તે આરોપી સાહિલ અંગે તપાસ કરવાની બાકી છે.
ગોમતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલી એક ચાલીમાં સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. સગીરાને એક દિવસ અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને તપાસ કરતાં ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.
સગીરા નવ મહિનાનો ગર્ભ હતો અને ડિલિવરી કરતા ગર્ભમાં જ બાળકી મરણ ગયેલી હાલતમાં જન્મ આપ્યો હતો. સારવાર દરમિયાન સગીરાનું પણ મોત થયું હતું. જ્યારે પોતે ગર્ભવતી હોવાની જાણ થતાં સગીરાએ પોતે સાહિલ નામના શખસે ગર્ભવતી બનાવી હોવાનું જણાવ્યું હતું. આ મામલે સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સાહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, અપહરણ અને પોક્સો સહિતની કલમો લગાવી ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.SSS