Western Times News

Gujarati News

ધર્માંતરણ કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી

વડોદરા, ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના કેસમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા જુલાઈ મહિનામાં વડોદરાનાના સલાઉદ્દીનની ધરપકડ કરી હતી. આ કેસમાં વડોદરા પોલીસે સલાઉદ્દીન સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસની તપાસ માટે સીટની રચના કરી છે. સલાઉદ્દીન શેખ વડોદરામાં આફમી ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતો હતો. વડોદરા એસઓજીએ આ ટ્રસ્ટ સામે ગુનો નોંધ્યો છે. વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ હતો.

સલાઉદ્દીનની સંસ્થા દ્વારા ટ્રસ્ટના ખાતામાં દુબઇથી હવાલા મારફતે કુલ રૂ. ૨૪.૪૮ કરોડ જમા થયા હતા. ટ્રસ્ટ દ્વારા એકઠા કરવામાં આવેલા પૈસા મોહંમ્મદ ઉમર ગૌતમ તેમજ અન્ય સાથે મળીને રૂ. ૫.૯૧ કરોડની માતબર રકમ ગેરકાયદેસર ધર્માંતરણ, તેમજ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં મસ્જીદો તૈયાર કરવા માટે મોકલતો હતો. પોલીસની તપાસમાં આવ્યું છે કે આ પૈકીના ૫૯,૯૪,૪૬૦ રૂપિયા જેટલી મોટી રકમ દિલ્હીમાં સીએએના પ્રદર્શનકારીઓ તેમજ કોમી દંગામાં પકડાયેલા આરોપીઓને છોડાવવા માટે તેમજ કાયદાકીય ખર્ચને પહોંચી વળવા માટે આપી હતી. તેમજ આફમી ચેરીટેબલ ટ્રસ્ટ અને વેપારીઓ સાથે મળઈને કુલ રૂપિયા ૧,૬૫,૨૯,૬૮૭ની રકમના ખોટા બીલો બનાવી અને ગરેકાયદેસર રીતે ટ્રસ્ટના હેતુ વિરુદ્ધ ગુનાહિત પ્રવૃતિમાં વાપર્યા હતા. અગાઉ આ કેસના તાર આ કેસના તાર યુકેની એક એનજીઓ અલ્ફલાહ સાથે પણ જાેડાયેલા મળ્યા હતા.. આ એનજીઓએ દ્વારા યુકેથી ૩૦ લાખ રૂપિયા આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાત એટીએસ અને યુપી એટીએસ દ્વારા આ અંગેની કડક તપાસ ચાલી રહી છે. આ કેસમાં અન્ય લોકોનાં નામ ખૂલી શકે છે. અગાઉ ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ એફસીઆરએ હેઠળ વિદેશથી આવતા ફંડમાંથી સલાઉદ્દીને ૩૦ લાખ જેટલા રૂપિયા હવાલાથી વડોદરાથી યુપી પાંચથી છ વખત હવાલાથી મોકલ્યા. આ સાથે યુપી એટીએસ તપાસ કરી રહી છે કે, ફંડિંગ ઉપરાંત સલાઉદ્દીન અને ઉમર ગૌતમ સાથે અન્ય બીજા કનેક્શન છે. નોંધનીય છે કે, યુકેનું અલ્ફલાહ ફાઉન્ડેશન રોહિંગ્યાની પણ મદદ કરે છે.

પોલીસે સત્તાવાર આપેલી માહિતી મુજબ આરોપીએ દુબઈથી આવેલા રૂપિયામાંથી વર્ષ ૨૦૧૭થી આજ સુધીમાં ૫.૯૧ કરોડ રૂપિયા ગેરકાયદેસર ધર્માંતરણ કરાવવા માટે તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ તેમજ ગુજરાત તથા અન્ય રાજ્યમાં મસ્જીકો તૈયાર કરવા માટે મોકલતો હતો. આ ઉપરાંત દિલ્હીમાં થયેલા કોમી રમખાણ થતા વિરોધ પ્રદર્શનને પ્રોત્સાહન પુરૂં પાડી અને તેમાં પકડાયેલા આરોપીઓને છોડાવવા માટે આર્થિક સહાય કરવા માટે મોકલી આપતો હતો. વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. જે ટીમમાં મદદનીશ પોલીસ કમિશનર ડીએસ ચૌહાણ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી પીઆઈ સોલંકી, એસઓજી પીઆઈ આર.એ. પટેલ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ખેર, એસઓજી પીએસઆઈ ઢોલા સહિત અધિકારીઓની નિમણૂક કરી છે વડોદરાની આ એસઆઈટીની તપાસમાં મોટા ઘડાકા થવાના એંધાણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.