સરદાર સરોવર ડેમ ગત વર્ષની તુલનાએ ૨૦ મીટર ખાલી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/sardar.jpg)
નર્મદા , આ વર્ષે વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હાલ રાજ્યમાં ૪૦ ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર પીવાના પાણી માટે આધાર રાખવો પડશે તેવી સ્થિતિ ઊભી થશે. હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં ૨૪ કલાકમાં માત્ર ૩થી ૪ સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમ ૫૦ ટકા કરતા પણ ઓછું પાણી છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ ૨૦ મીટર જેટલો ખાલી છે. સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે ૨૮ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ સાંજે ૫ કલાકે ૧૩૮.૬૮ મીટરને પાર કરતા ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા નિગમના એમડી ડૉ.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વર્ષે હાલત કઈ જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતું મૌસમ વિભાગ પણ ચિંતામાં છે. કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે.
નર્મદા જિલ્લામાં સિઝનનો અત્યારસુધીનો માત્ર ૪૮૭ સ્સ્ વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદ સારો છે પરંતુ સરદાર સરોવરથી ઓમકારેશ્વર ડેમ સુધીનો જે કેચમેન્ટ વિસ્તાર છે, તેમાં ખૂબ ઓછો વરસાદ છે. હાલ નર્મદા બંધની જળસપાટી ૧૧૫.૮૧ મીટર થઇ છે. ઉપરવાસમાંથી પાણીની અવાક માત્ર ૧૨,૩૫૦ ક્યુસેક થઇ રહી છે. જ્યારે જાવક ૧૨,૦૦૦ ક્યુસેક થઇ રહી છે. એટલે હાલ છેલ્લા ૧૨ કલાકમાં માત્ર ૭ સે.મી.નો વધારો નોંધાયો છે.
નર્મદા બંધમાં હાલ તો પાણીનો જથ્થો છે પરંતુ જાે વરસાદ હજુ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થશે. ૨૦૧૮માં જ્યારે નર્મદા બંધની જળસપાટી ૧૧૦ મીટર ગઈ હતી ત્યારે ઇરીગેશન બાઈપાસ ટનલ ખોલવાની જરૂર પડી હતી. બાદમાં બે વર્ષ સારો વરસાદ પડતા નર્મદા બંધ મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના ૨૭ ગેટ ખોલવાની ફરજ પડી હતી. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે. ડેમમાં ઓછું પાણી હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે. નર્મદા ડેમમાં હાલ ૩.૪૯ મિલિયન એમએએફ (એકર ફૂટ) એટલે કે ૪૫.૫૦ ટકા પાણીનો ડેડ સ્ટોરેજ છે. અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજાેગો ઊભા થવાની શક્યતાઓ છે. ડેમમાં પીવાનું પાણી ૩૦ સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખવાનો ર્નિણય નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે.SSS