વિરુષ્કા UK માં ફેન્સ સાથે ફોટો પડાવી ખુશ કરી રહ્યા છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Viruska.jpg)
મુંબઈ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલ યુકેમાં દીકરી વામિકા સાથે છે. ટીમ ઈન્ડિયા ક્રિકેટ ટૂર માટે ઈંગ્લેન્ડ ગઈ છે ત્યારે ક્રિકટરો સાથે તેમની પત્નીઓ અને બાળકો પણ છે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે આજે (૨૫ ઓગસ્ટ) ત્રીજી ટેસ્ટ મેચ છે. ત્યારે વચ્ચેના દિવસોમાં બ્રેક હતો એ સમયે ક્રિકેટર્સે ઈંગ્લેન્ડને એક્સપ્લોર કરવાની તક જતી નહોતી કરી. વિરાટ-અનુષ્કા ઈંગ્લેન્ડમાં ફરી રહ્યા છે ત્યારે તેમની વિવિધ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. થોડા દિવસ પહેલા જ વિરાટ-અનુષ્કા ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો અને તેમના પરિવાર સાથે યુકેના લીડ્સમાં એક સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંમાં પહોંચ્યા હતા. સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંમાં તેમણે ઓનમની ઉજવણી કરી હતી.
રેસ્ટોરાં સ્ટાફ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે ‘વિરુષ્કા’એ શેફ સાથે તસવીર ક્લિક કરાવીને તેમને ખુશ કરી દીધા હતા. વિરાટ-અનુષ્કા લીડ્સના અન્ય એક રેસ્ટોરાંમાં લંચ માટે પહોંચ્યા હતા. ત્યારે તેમણે શેફ સાથે ફોટો પડાવ્યો હતો. રેસ્ટોરાંના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પરથી તસવીર શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફિલ્મ પ્રોડ્યુસર સુપ્રીમો અનુષ્કા શર્મા ‘બંદોબસ્ત’માં લંચ કરવા માટે આવે એવું રોજ બનતું નથી. સદ્નસીબે અમારા શેફ રોસૂલને તેમની સાથે એક હોટ સેલ્ફી લેવાની તક મળી.
ઈન્ડિયા વર્સિસ ઈંગ્લેન્ડની મેચ માટે બેસ્ટ ઓફ લક વિરાટ.” તસવીરમાં જાેઈ શકાય છે કે, કપલ કેઝ્યુઅલ લૂકમાં જાેવા મળી રહ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે વિરાટ-અનુષ્કાએ યુકેમાં ફેન્સ સાથે ફોટો પડાવીને તેમને ખુશ કરી દીધા હોય. કપલ જ્યારથી યુકેમાં છે ત્યારથી દર થોડા દિવસે ફેન્સ સાથેની તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ચાર દિવસ પહેલા જ કપલ લીડ્સમાં એક કોફી શોપમાં બેઠું હતું ત્યારે કેટલાક ઈન્ડિયન ફેન્સે તેમને ઓળખી લીધા અને તેમની સાથે ફોટો પડાવ્યા હતા. કપલે પણ ફોટો પડાવીને ફેન્સને ખુશ કર્યા હતા.SSS