Western Times News

Gujarati News

અમરેલીના બે બાળકને LGMDની ગંભીર બીમારી

અમરેલી, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીના ત્રણ કેસ તાજેતરમાં ગુજરાતમાં સામે આવ્યા છે. જેમાં ધૈર્યરાજ નામના બાળકની ૧૬ કરોડ રૂપિયાના ઇન્જેક્શન બાદ સારવાર થઈ છે. જ્યારે બીજા એક બાળક વિવાન વાઢેરનું ૧૬ કરોડ રૂપિયા એકઠા થાય તે પહેલા જ નિધન થયું હતું. તાજેતરમાં ભરૂચના પાર્થ પવાર નામના બાળકને આ બીમારી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ તમામ વચ્ચે અમરેલીના બાબરા તાલુકાના બે બાળકો લીંબ ગર્ડલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડિતા હોવાનું સામે આવ્યું છે.

આ બીમારીમાં કમરથી નીચેનો ભાગ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. બંને બાળકોના માતપિતાએ સારવાર માટે મદદ કરવા સરકારને મદદની ગુહાર લગાવી છે. લીંબ ગર્ડલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારી છ વર્ષની ઉંમર બાદ બાળકમાં દેખાવા લાગે છે. જેમાં ધીમે ધીમે શરીરના અંગો કામ કરવાના બંધ કરે છે. કમનસીબે આ બીમારીનો ઈલાજ તેમનો પરિવાર હજુ સુધી શોધી શક્યો નથી.

આ બાળકોની શારીરિક સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. અમરેલીના બાબરામાં સાડા છ વર્ષની ઉંમરનો ઋષભ ટાંક અને આઠ વર્ષની ઉંમરના હેપ્પિન ડાબસરા આ બીમારીનો શિકાર બન્યા છે. આ બંને બાળકો અલગ અલગ પરિવારના છે, પરંતુ એક જ સરખી બીમારીથી પીડાઈ રહ્યા છે. જયભાઈ અને મનીષાબેન ટાંકનો એકનો એક દીકરો ઋષભ આજથી આઠેક મહિના પહેલા એક તંદુરસ્ત બાળકની જેમ મોટો થઇ રહ્યો હતા. પરંતુ અચાનક જ તેના પગમાં તકલીફ શરુ થઇ હતી. જે ધીમે ધીમે વધવા લાગી હતી. આજે આ બાળક મહામુશ્કેલીથી ચાલી શકે છે.

ઋષભ જાે કોઈ જગ્યાએ બેસી જાય તો તો જાતે ઊભો થઈ શકતો નથી. તેના માતાપિતાના જણાવ્યા મુજબ આ બાળકની બીમારીના ઈલાજ માટે તેઓએ બહુ દોડાદોડી કરી છે પરંતુ સફળતા મળી નથી. બાળકની તકલીફ ઓછી થવાને બદલે વધી રહી છે. ટાંક પરિવારના એકના એક વ્હાલસોયા દીકરાને આ વિચિત્ર બીમારી લાગુ પડતા સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે. ઋષભના દાદા દિનેશભાઈ ટાંક અને દાદી લાભુબેન ટાંકની આંખમાંથી આંસુ સૂકાતા નથી. મમ્મી-પાપા પોતાના આંસુઓ છૂપાવીને હિંમતપૂર્વક દીકરાના ઈલાજની શોધમાં ભટક્યા કરે છે. ઋષભની સારવાર માટે રાજકોટના ડૉકટર તરૂણ ગોંડલીયાએ પરિવારને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ અને બેંગલુરુની એક હોસ્પિટલમાં સારવાર મોકલ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.