સંજેલી માંડલીથી સૂલિયાત સંતરોડને જોડતો માર્ગ બન્યો ખખડધજ
(તસ્વીરઃ- ફારુક પટેલ, સંજેલી), સંજેલીથી માંડલી જુસ્સા થઈ સુલિયાત સંતરોડગોધરા હાઇવેને જોડતો માર્ગ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધોવાઇ ગયો છે અને ખખડધજ બની ગયો છે માર્ગ પર ફૂટ ફૂટના ખાડા પડતાં તમામ વાહનોને અગ્નિ પરીક્ષા કરવા આવી રહી છે.
જેના કારણે વાહનચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે સંજેલી થી ગોધરા ને જોડતો મુખ્ય માર્ગ છે જે માર્ગને તંત્ર દ્વારા સીંગલ પટ્ટીમાંથી ડબલ પટ્ટી માર્ગ બનાવવામાં આવતી નથી તેમાં એક વર્ષ અગાઉ બનાવેલો માર્ગ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધોવાઇ જતાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે ત્યારે આ માર્ગને યોગ્ય મરામત કરાવે તેવી તાલુકાની પ્રજાની માંગ છે
સંજેલી માંડલી થઈ સુલિયાત સંતરોડ ગોધરા મુખ્ય હાઇ વે ને જોડતો માર્ગ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધોવાઇ ને ખખડધજ બની જતાં સંજેલી તાલુકાના તેમજ માંડલી ગામની પ્રજાને સંજેલી તેમજ સુલિયાત ગોધરા આવ વા જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
માર્ગની હાલત બિલકુલ ખરાબ થઈ ગઈ છે રોડ પર ઠેર ઠેર એકએક બબ્બે ફૂટના ઊંડા ખાડાઓ અને ગાબડાઓ પડી ગયા છે તેમાંય ધીમીધારે વરસાદ પડતો હોય અને આ રોડ પરના ખાડામાં ભરાયેલા પાણીને કારણે ખાડા ન દેખાવાથી વાહનચાલકોને અકસ્માત થાય તેવી ભીતિ સેવાઇ રહી છે આ માર્ગ ગોધરા મુખ્ય હાઇવેને જોડતો માર્ગ છે.
તેથી ભારે પ્રમાણમાં માર્ગ પર વાહનોનો ધસારો રહે છે પણ આ રોડની પ્રથમ વરસાદમાં દયજનક હાલત થઇ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી સંબંધિત તંત્ર દ્વારા આ રોડ પરના ખાડાઓની યોગ્ય મરામત કરવામાં આવે અને આ રોડ ને ડબલપટ્ટી બનાવવામાં આવે તેવી સંજેલી તાલુકાની પ્રજા અને વાહન ચાલકોની માંગ છે ચોમાસાના પ્રથમ વરસાદની બેટિંગ માજ સંજેલી માંડલી થઈ સૂલિયાલત ગોધરા ને જોડતા રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે હલકી ગુણવત્તાનું મટિરિયલ થી બનાવેલા રસ્તા મા એક એક ફુટ ના ઊંડા ખાડા પડી ગયા છે ત્યારે તંત્રની પોલ ખોલી નાખી છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે
માંડલથી સંજેલી સૂલિયાત માર્ગ એક વર્ષમાં જ બિસ્માર બની જતા અવારનવાર નોકરી માટે અને સંજેલી કામકાજ અર્થે જવું પડે છે પરંતુ માર્ગમાં મસમોટા ખાડા પડીજતા વાહન ચલાવવો મુશ્કેલ બન્યું છે તેમજ હાડકાંઓ પણ મોટી અસર થાય તેમ છે
જેથી વહેલી તકે આ માર્ગની યોગ્ય મરાંમત કરવામાં આવે તેમજ મુખ્ય માર્ગ હોવાથી ચોવીસે કલાક ભારે વાહનો અવર જવર કરતા હોવાથી ડબલપટ્ટી રોડ બનાવવામાં આવે તેવી માંગ છે -માજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ અમરસિંહ બામણીયા માંડલિ