કેરળમાં કોરોનાના ૩૧ હજારથી વધુ નવા કેસ નોંધાયા

Files Photo
તિરુવનંતપુરમ, કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૪૪૫ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મંગળવારે રાજ્યમાં ૨૪,૨૯૬ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કેરળમાં સંક્રમણની વધતી ઝડપે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધારી દીધી છે. તજજ્ઞો પહેલેથી જ અલર્ટ કરી ચૂક્યા છે કે ત્રીજી લહેર ઓક્ટોબરમાં આવી શકે છે. જેની ઝપેટમાં સૌથી વધુ બાળકો આવે તેવી આશંકા વધુ છે.
મંગળવારે ૨૪,૨૯૬ કેસ પણ મે પછી પહેલીવાર સૌથી વધુ નોંધાયેલા કેસ ગણાવાઈ રહ્યા હતા. ૨૬મી મેના રોજ એવું બીજીવાર બન્યું કે કેસની સંખ્યા ૨૪ હજારને પાર કરી ગઈ. ૨૬મે રોજ ૨૮,૭૯૮ કેસ નોંધાયા હતા. કેરળમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ ૧૯.૦૩% રહ્યો એટલે કે ૧૦૦માંથી લગભગ ૨૦ લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. કેરળમાં એક દિવસમાં ૩૧,૪૪૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૧૫ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.
કેરળમાં કેસ મામલે કહેવાય છે કે ઓણમ ઉત્સવના એક અઠવાડિયા બાદ રાજ્યમાં એકવાર ફરીથી મહામારીએ જાેર પકડ્યું છે. અત્રે જણાવવાનું કે આવું એવા સમયે બની રહ્યું છે કે જ્યારે કેરળમાં ઓણમના કારણે હાલ ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં રોજ ૧૭ હજારથી ઓછા કેસ સામે આવી રહ્યા હતા જાે કે આ અગાઉ પહેલાની સંખ્યા ૨૦ હજારથી ઉપર હતી. આમ જાેઈએ તો હવે કોરોનાના કેસ લગભગ ડબલ થઈ ગયા છે. કેરળમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા હાલ ૩૮,૫૧,૯૮૪ થઈ છે.HS