તાલિબાન સંકટ વચ્ચે કાબુલ એરપોર્ટ ઉપર આતંકી હુમલાનું જોખમ વધ્યું

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ હાલાત સતત ખરાબ થઈ રહ્યા છે. લોકો કોઈ પણ ભોગે દેશમાંથી બહાર નીકળવા માંગે છે. આ માટે મોટાભાગના લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થઈ રહ્યા છે. પંરતુ આ બધા વચ્ચે અમેરિકાએ મોટા જાેખમની ચેતવણી ઉચ્ચારી છે અને પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવાની સલાહ આપી છે.
અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે તે લોકો સુરક્ષિત સ્થળો પર જ રહે અને કાબુલ એરપોર્ટ પર ન જાય. કારણ કે એરપોર્ટ પર આતંકી હુમલાની આશંકા વધી ગઈ છે.
અમેરિકા ઉપરાંત બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. અમેરિકાએ અલર્ટ જાહેર કરતા કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર જાેખમના કારણે અમેરિકી નાગરિકોએ એરપોર્ટ પર જતા બચવું જાેઈએ. જ્યાં સુધી તમને કઈ કરવા નિર્દેશ ન મળે ત્યાં સુધી લોકોએ એરપોર્ટના ગેટ ઉપર જતા પણ બચવું જાેઈએ. જે નાગરિકો એરપોર્ટના એબી ગેટ, ઈસ્ટ ગેટ કે નોર્થ ગેટ પર છે તેઓ તરત ત્યાંથી નીકળી જાય.
અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદથી જ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત અનેક લોકો પોતાના નાગરિકોને કાબુલથી બહાર કાઢવામાં લાગ્યા છે. ૧૪ ઓગસ્ટથી જ કાબુલ એરપોર્ટથી લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.HS