નારાયણ રાણેની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

મુંબઇ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવા બદલ જામીન પર છૂટેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત ગુરુવારે અચાનક બગડી હતી. નવીનતમ માહિતી અનુસાર, તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે રાણેએ તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે ઠાકરેની ટીકા કરવાની તેમજ કથિત રીતે તેમને થપ્પડ મારવાની વાત કરી હતી. આ નિવેદન બાદ તેમની સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.
મંગળવારે બપોરે કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ રાણેની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેમને રાત્રે રાયગઢ જિલ્લાની મહાડ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. જાેકે, તેને લગભગ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ જામીન મળી ગયા હતા. રાણેને ૧૫,૦૦૦ રૂપિયાની જામીનગીરી આપવા અને ૩૦ ઓગસ્ટ અને ૬ સપ્ટેમ્બરના રોજ રાયગટ્ઠઙ્ઘમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યુ હતુ કે, ૧૭ સપ્ટેમ્બર સુધી નાસિકમાં નોંધાયેલી એફઆઇઆર પર કોઈ કાર્યવાહી ન કરવી જાેઈએ. આ સાથે પુણેમાં નોંધાયેલા કેસની સુનાવણી પણ મુલતવી રાખવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ તેની જામીન અરજી માત્ર સ્વાસ્થ્યના કારણોસર મંજૂર કરવામાં આવી હતી.
મહાડ કોર્ટ દ્વારા નારાયણ રાણેને શરતી જામીન મળ્યા હતા.નારાયણ રાણેને જામીન મળ્યાના સમાચાર બાદ ભાજપના સમર્થકોએ સિંધુદુર્ગમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. નારિયેળ તોડીને ઉત્સાહમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત મહાડ કોર્ટમાં ભેગા થયેલા ભાજપના કાર્યકરોએ પણ મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી.તમને જણાવી દઈએ કે, નારાયણ રાણેને જામીન મળતા ભાજપ દ્વારા ગુરૂવારથી “જન આશીર્વાદ યાત્રા” શરૂ કરવાની જાહેરાત કરી હતી.HS