મૈસુરુમાં એમબીએની સ્ટૂડન્ટ પર છ જણાએ કરેલો ગેંગરેપ

Files Photo
મૈસુરુ, બેંગલુરુની નજીક આવેલા મૈસુરુમાં ૨૨ વર્ષની એક એમબીએ સ્ટૂડન્ટ પર ગેંગરેપ થયો છે. યુવતી પોતાના મિત્ર સાથે બાઈક પર ફરવા ગઈ હતી, ત્યારે તેમને છ જેટલા લોકોએ અટકાવ્યા હતા. યુવતીના ફ્રેન્ડને આ લોકોએ ફટકાર્યો હતો અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો. મંગળવારે રાત્રે બનેલી આ ઘટનામાં મૈસુરુ નજીકના ચામુંડીહિલ્સ પર યુવતી પર ગેંગરેપ ગુજારાયો હતો. પીડિતા મૂળ મુંબઈની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ ઘટના બાદ પીડિતા આઘાતમાં સરી પડી છે. તેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જાેકે, તે બુધવારે પોલીસ સાથે વાત કરવાની સ્થિતિમાં આવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે એક શખસની અટકાયત કરી તેની પૂછપરછ શરુ કરી છે.
કર્ણાટકના સીએમ બાસવરાજ બોમ્માઈએ રાજ્યના પોલીસ વડા પ્રવીણ સૂદને આરોપીઓને જલ્દી પકડવા માટે સૂચના આપી છે. પોલીસે હાલ એસઆઈટી બનાવીને બળાત્કારીઓને પકડવાની ગતિવિધિ તેજ બનાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી અને તેનો ફ્રેન્ડ જાણીતા ટુરિસ્ટ પ્લેસ ચામુંડી હિલ્સ પર ફરવાં ગયાં હતાં.
સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં કોઈ ખાસ ચહેલપહેલ નહોતી ત્યારે છએક લોકો આ કપલની નજીક આવ્યા હતા. તમામ લોકો નશાની હાલતમાં હોય તેવું જણાતું હતું. તેમણે યુવતીને બાઈક પરથી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, તેના મિત્રએ તેનો વિરોધ કર્યો તો તેને આ શખસોએ માર માર્યો હતો. ત્યારબાદ યુવતીને ઢસડીને ત્યાંથી લઈ જવાઈ હતી અને ત્યાં તેના પર ગેંગરેપ કરાયો હતો.
આ ભયાનક ઘટના બાદ યુવતી અને તેનો ફ્રેન્ડ ૩૦૦ મીટર જેટલું ચાલીને મેઈન રોડ પર આવ્યા હતા. જ્યાં તેમને એક કારચાલકે લિફ્ટ આપીને પ્રાઈવેટ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. યુવતીની મેડિકલ તપાસ થયા બાદ તેને એડમિટ કરવામાં આવી હતી. બીજા દિવસે તેણે પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું. પોલીસનું માનીએ તો આરોપીઓ સ્થાનિક હોવાનું જણાઈ રહ્યું છે. તમામ આરોપી આ કરતૂત કરીને રાતના અંધારામાં ગાયબ થઈ ગયા હતા.SSS