છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૧૬ કેસ આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૬ નવા કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા ૨૪ કલાકમાં એકપણ દર્દીનું મૃત્યું થયું નથી. આ દરમિયાન ૧૮ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકાએ પહોંચી ગયો છે. તો રાજ્યના ૨૬ જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. નવા કેસ સાથે રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા ૮ લાખ ૨૫ હજાર ૩૬૩ પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં અત્યાર સુધી ૧૦ હજાર ૮૦ લોકોના કોરોનાને લીધે નિધન થયા છે.
ગુજરાતમાં અત્યાર સુધી ૮૧૫૧૨૬ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ત્રણ કેસ સામે આવ્યા છે. દાહોદમાં પણ ત્રણ કેસ નોંધાયા છે. આ સિવાય વડોદરા શહેરમાં ત્રણ, કચ્છમાં બે, સુરત જિલ્લામાં ત્રણ, ગાંધીનગરમાં ૧ અને રાજકોટમાં એક કેસ નોંધાયો છે. તો ૨૬ જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૫૭ છે. જેમાં ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી ૧૦૦૩૮ લોકોના મૃત્યુ થયા છે. રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકાએ પહોંચી ગયો છે. આમ ગુજરાત હવે કોરોના સામે જંગ જીતી રહ્યું છે. ગુજરાતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન પણ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં ૫ લાખ ૪૫ હજાર ૧૬૪ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ૪ કરોડ ૪૫ લાખ ૨૩ હજાર ૫૭૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS