મેઘાણીનગર યુવતીનો આપઘાત કેસઃ ન્યૂડ વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હોવાની શંકા
અમદાવાદ, શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાના ચકચારી કિસ્સામાં કેટલાક લોકોએ તેનો નગ્ન વીડિયો ઉતારીને બ્લેકમેલ કરી હોવાની શંકા સામે આવી છે. યુવતીને બળજબરીપૂર્વક એમડી ડ્રગ્સ આપ્યા બાદ તેની સાથે કુકર્મ કર્યું હોવાની શક્યતાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક યુવતી થોડા દિવસ પહેલાં તેની સાતેક મિત્રો સાથે ઉદયપુર આગળના સાંચોર ફરવા ગઇ હતી. સાંચોરથી યુવતી અને તેની એક મિત્ર અમદાવાદમાં પરત આવ્યાં હતાં. યુવતીના બોયફ્રેન્ડ સાથે તેને બોલાચાલી થઈ હોવાથી તે ડિપ્રેશનમાં હતી,
જેથી તેની સાથે રહેલી યુવતીએ તેને એમડી ડ્રગ્સ લેવાનું કહ્યું હતું. અમદાવાદની હોટલના રૂમમાં મિત્રની વાત માનીને યુવતીએ ડ્રગ્સ લીધું હતું.
ત્યારબાદ તે પોતાનો હોશ ખોઈ બેઠી હતી. મિત્રની સાથે તેનો બોયફ્રેન્ડ અને અન્ય બીજા લોકો પણ હતા. હોશ ખોઈ દીધા બાદ યુવતીએ ડાન્સ કરવા માટેની જીદ કરી હતી, જેથી તેણે કપડાં ઉતારીને નગ્ન ડાન્સ કર્યાે હતો, જેનો વીડિયો અન્ય યુવતી અને તેના બોયફ્રેન્ડે ઉતારી લીધો હતો.
નશાની હાલતમાં યુવતી હતી ત્યારે તેની મિત્રએ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી અને તેના બોયફ્રેન્ડ તેમજ અન્ય લોકો સાથે કુકર્મ કરાવ્યું હોવાની શંકા છે.
યુવતી જ્યારે ઘરે આવી ત્યારે તેની સાથે બનેલી ઘટના યાદ આવી જતાં તેને લાગી આવ્યું હતું. જેથી તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મેઘાણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જાે આ મામલે પોલીસ ન્યાયિક રીતે તપાસ કરે તો ઘણી હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.