અમે આતંકીઓને શોધીને મારીશું, બાઈડનનો દાવો
વોશિંગ્ટન, કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકામાં અમેરિકન સૈનિકોના મોત બાદ રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડન જાેરદાર ગુસ્સે છે. હુમલા બાદ જાે બાઈડને વ્હાઈટ હાઉસમાં આપેલા ભાષણમાં કહ્યું હતું કે અમે આતંકવાદીઓને માફ નહીં કરીએ, અમે તેમને શોધીશું અને તેમને સજા આપીશું. પ્રાપ્ત માહિતી પ્રમાણે કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલામાં ૧૨ અમેરિકન સૈનિકોના મોત થયા છે. જેથી જાે બાઈડને આ મોટી જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને કાબુલના હુમલાખોરોને ચેતવણી આપતા કહ્યું અમે માફ નહીં કરીએ.
અમે ભૂલીશું નહીં. અમે તમને શોધીને મારીશું અને તમારા કૃત્યો માટે તમને સજા આપીશું. રાષ્ટ્રપ્રમુખ બાઈડને કહ્યું અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બચાવીશું. અમે અમારા અફઘાન સાથીઓને પણ બહાર કાઢીશું અને અમારું મિશન ચાલુ રહેશે.
કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલા બાદ યુએસ પ્રમુખ જાે બાઈડને કહ્યું અત્યાર સુધી કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે જાેડાણના કોઈ પુરાવા નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને ખુદ કાબુલ એરપોર્ટ પર ઓછામાં ઓછા ત્રણ વખત હુમલાની ચેતવણી આપી હતી.
૨૦ ઓગસ્ટના રોજ તેમણે કહ્યું હતું કે અમે એરપોર્ટ પર અથવા તેની નજીકના કોઈપણ સંભવિત આતંકવાદી ખતરા પર પણ કડક નજર રાખી રહ્યા છીએ. આમાં અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસના સાથીઓનો સમાવેશ થાય છે જે જેલ તોડીને બહાર આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે કાબુલમાં થયેલા બે બ્લાસ્ટમાં ૧૨ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. મોડી રાત્રે યુએસ અધિકારીઓએ આની પુષ્ટિ કરી છે. મૃતકોમાં ૧૧ મરીન અને નૌકાદળનો એક સૈનિક છે. શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે આમાં ઓછામાં ઓછા ૧૩ લોકો મૃત્યુ પામ્યા હતા, બાદમાં આ સંખ્યા વધીને ૬૦ થઈ ગઈ. આ બે હુમલા એરપોર્ટની બહાર થયા હતા. પહેલો હુમલો બેરોન હોટલ પાસે એબી ગેટ પર જ્યારે બીજાે મુખ્ય ગેટ પર થયો. આતંકી સંગઠન આઈએસઆઈએસએ આ હુમલાની જવાબદારી લીધી છે.SSS