સ્કૂલની શાન વધારનારી અરુણિતાનું ભવ્ય સન્માન થયું

મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ ખતમ થતાની સાથે જ તેના ફાઈનાલિસ્ટ પોતાના ઘરે પહોંચી ગયા છે અને ઓફર થયેલા પ્રોજેક્ટને પૂરા કરવામાં લાગ્યા છે. ફાઈનાલિસ્ટની પ્રસિદ્ધિ અને ખ્યાતિથી તેમના રાજ્યના લોકો પણ ખુશ છે. થોડા દિવસ પહેલા જ્યારે નિહાલ તોરો અને દાનિશ તેના વતન પહોંચ્યા ત્યારે તેને જાેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને તેમના પર પ્રેમ વરસાવ્યો હતો.
આટલું જ નહીં તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન આઈડલ ૧૨ની ફર્સ્ટ રનર અપ અરુણિતા કાંજીલાલ પણ પોતાના ઘર કોલકાતા પહોંચી ગઈ છે અને હાલમાં જ તે જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યાંના શિક્ષકો અને અધિકારીઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અરુણિતા કાંજીલાલનું સ્કૂલમાં સન્માન કરાયું તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
શાળાની શિક્ષિકાઓએ સૌથી પહેલા અરુણિતાનું મોં મીઠુ કરાવ્યું હતું. બાદમાં તેમણે અરુણિતાને બૂકે અને સર્ટિફિકેટ પણ આપ્યું હતું. આટલું જ નહીં અરુણિતાને તેની તસવીર પણ ભેટમાં મળી હતી. અરુણિતાના માનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેની તસવીરો સામે આવી છે. અરુણિતાની ઝલક મેળવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સ્ટેજ પર શાલ ઓઢાડીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું અને લોકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી.SSS