પ્રેમીએ વિધવા સાથે સંબંધ બાંધ્યા બાદ બીજે લગ્ન કર્યા
અમદાવાદ, લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યા પછી પ્રેમસંબંધ તોડી નાખવાના ઘણાં કિસ્સા બનતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બન્યો છે. જેમાં વિધવા મહિલાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલા દ્વારા જીવન ટૂંકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો જે બાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો અને પોલીસ દ્વારા કેસની તપાસ શરુ કરવામાં આવી છે.
રિપોર્ટ્સ મુજબ વર્ષ ૨૦૧૦માં પાયલ (નામ બદલ્યું છે)એ તેના પ્રેમી સાથે લગ્નન કર્યા હતા, અને લગ્ન બાદ ઠક્કરનગરમાં પતિનું ૨૦૧૨માં મોત થઈ ગયું હતું. પતિના મોત બાદ ૨૮ વર્ષની વિધવા પાયલ પોતાના દીકરાને લઈને પિયર ચાલી આવી હતી. પાયલે પતિ ગુમાવ્યા બાદ એક અન્ય યુવકના સંપર્કમાં આવી અને આ યુવકે તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જાેકે, આખરે યુવકે વિધવા સાથે લગ્ન કરવાના બદલે અન્ય યુવતી સાથે ચૂપચાપ લગ્ન કરી લેતા પાયલને લાગી આવ્યું હતું અને તેણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પાયલની હાલત ગંભીર થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં પોલીસને ઘટના અંગે જાણ કરતા મહિલાએ કરણ વાઘેલા નામના શખ્સ સામે લગ્નની લાલાચે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણનગર પોલીસે મહિલાના પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
પતિના મૃત્યુ બાદ બાળકને લઈને પિયરમાં આવેલી પાયલ કરણ વાઘેલાના સંપર્કમાં આવી હતી, પાયલ અને કરણની મુલાકાત બન્ને વચ્ચે સમય જતાં અંતર ઘટતું ગયું હતું. પાયલે કરણના સંપર્કમાં આવ્યા પછી બન્નેની ફોન પર વાતો શરુ થઈ, આ પછી બન્ને મળતા થયા અને આ પછી તેમના સંબંધો વધુ ઘાઢ થતા તેમણે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.
જાેકે, અહીં કરણે પાયલને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. કરણ પાયલને અવાર-નવાર શહેરની અલગ-અલગ હોટલોમાં લઈ જતો હતો અને અહીં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નંબરોની આપ-લે અને પછી હોટલોમાં મળવાનું થતાં પાયલે કરણને લગ્ન માટે પૂછતાં તેણે ગલ્લાં તલ્લાં શરુ કર્યા હતા, આ પછી કરણે ચૂપચાપ સગાઈ કરીને લગ્ન પણ કરી લીધા હતા.
આ વાતની જાણ પાયલને થતાં તેને ભારે આઘાત લાગ્યો હતો, પ્રેમી તેની સાથે લગ્નની વાત કરતો હતો અને તેણે બીજે લગ્ન કરી લેતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાયલની આપઘાતના પ્રયાસ બાદ ગંભીર હાલત થઈ જતા તેને સારવાર માટે દાખલ ખસેડવામાં આવી હતી. અહીં કૃષ્ણનગર પોલીસે કરેલી પૂછપરછમાં પાયલે કરણ વાઘેલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.SSS