સિધ્ધુ સલાહકારને નહીં હટાવે તો હાઇકમાન્ડ સીધા સિદ્ધુ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

ચંડીગઢ, પંજાબમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજાેત સિંહ સિદ્ધુ વચ્ચે ગજાગ્રહ ચાલી રહ્યો છે. ત્યારે હવે વધુ એક ઘટનાના કારણે સિદ્ધુની મુશ્કેલીમાં વધારો થયો હતો.પંજાબમાં કોંગ્રેસના પ્રધાન નવજાેત સિંહ સિદ્ધુના સલાહકારોની કોમેન્ટ્સથી નેશનલ લેવલે વિરોધીઓના નિશાન પર આવી ગયેલી કોંગ્રેસના હાઇકમાન્ડે હવે પોતાનો પાવર બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે પંજાબના મામલે પ્રભારી હરીશ રાવતે હાઇકમાન્ડના નિર્દેશ અનુસાર અમલ કરતાં નવજાેત સિંહ સિદ્ધુ ને કહી દીધું હતું કે તેઓ પોતાના સલાહકારોને હટાવી દે.
હરીશ રાવતે એક પ્રાઇવેટ ચેનલ પર કહ્યું હતું કે સિદ્ધુ પોતાના સલાહકારોને હટાવી દે એ જ તેમના માટે સારું છે અન્યથા હાઇકમાંડ પોતે જ કડક પગલાં લેવા માટે મજબૂર થઈ જશે. તેમણે કહ્યું હતું કે સિદ્ધુના સલાહકારો તેમના પ્રાઇવેટ છે, કોંગ્રેસના નથી. કોંગ્રેસને આવા કોઈ સલાહકારોની જરૂર નથી. જાે તેઓ સલાહકારને નહીં હટાવે તો હાઇકમાન્ડ સીધા સિદ્ધુ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
હવે જાેવાનું એ રહ્યું કે શું સિદ્ધુ હરીશ રાવતની આ વાત માની લે છે કે પછી તેમના સલાહકારોને નથી હટાવતા. જાે એવું બનશે તો કદાચ તેમણે તેના પરિણામ ભોગવવા પડે તેવી સંભાવના છે. નવજાેતસિંહ સિદ્ધુના સલાહકાર તરીકે પ્રો. પ્યારલાલ ગર્ગ અને માલવિંદર સિંહ માલીએ તાજેતરમાં કાશ્મીર અને પાકિસ્તાનના મુદ્દાઓ સિવાય કેપ્ટન સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વારંવાર અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. એક તરફ કોંગ્રેસ હાઇકમાન્ડ રાષ્ટ્રીય સ્તરે વિરોધીઓ, ખાસ કરીને ભાજપના નિશાન પર હોય છે. તો બીજી તરફ, પંજાબમાં કોંગ્રેસને વિપક્ષ અને જનતા તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
બીજી બાજુ, ભારે વિરોધ છતાં, સિદ્ધુ અત્યાર સુધી તેમના સલાહકારોના વર્તન પર મૌન રહ્યા છે. ગયા અઠવાડિયે જ્યારે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે સિદ્ધુએ સલાહકારોનો બચાવ કર્યો અને હાઈકમાન્ડને કહ્યું કે તેમના સલાહકારોના નિવેદનોને વિકૃત કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે માલીએ કાશ્મીર વિશે પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું કે ભારતે કાશ્મીર પર કબજાે કરી લીધો છે, કાશ્મીર એક આઝાદ દેશ હતો.
માલીના આ નિવેદન બાદ કોંગ્રેસને રાષ્ટ્રીય સ્તરે સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને ખુલાસો પણ આપવો પડ્યો હતો. ત્યારબાદ માલીએ પોતાના ફેસબુક પેજના કવર પર ઇન્દિરા ગાંધીનું એક વિવાદાસ્પદ કાર્ટૂન મુક્યું હતું, જેમાં તેઓ બંદૂક પર લટકતી ખોપરી અને ઇન્દિરા ગાંધી તેમની પાછળ ખોપડીના ઢગલા સાથે આ બંદૂક લઈને ઉભા છે. બુધવારે, માલીએ તેની નવી પોસ્ટમાં કેપ્ટન અમરિન્દર સિંઘ અને તેના સમર્થકોને અલી બાબા અને ચાલીસ ચોર તરીકે ઓળખાવ્યા હતા.HS