ખેતીને રેતી થવા દઈશું નહીં: રાહુલ ગાંધી

File
નવીદિલ્હી, કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન નવ મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. કોરોના સંકટમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે કૃષિ કાયદાને લઈને ગૃહમાં હંગામો કર્યો હતો. હજુ પણ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે કોઈ સહમતી બની નથી. આ દરમિયાન કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ટિ્વટર દ્વારા ખેડૂતોની માંગણીઓને ટેકો આપ્યો છે.
રાહુલ ગાંધી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, સતત ટ્વીટ દ્વારા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. શુક્રવારે તેમણે ખેડૂતોના સમર્થનમાં વધુ એક ટિ્વટ કર્યું, જે ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કૃષિ કાયદાથી ઉદ્યોગપતિઓને લાભ આપવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલીવાર નથી કે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હોય, ભૂતકાળમાં પણ રાહુલે ટ્વીટ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. નાણામંત્રી ર્નિમલા સીતારમણ દ્વારા રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇનની જાહેરાત પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોવિડ દર્દીઓની વધતી સંખ્યા ચિંતાજનક છે.
આગામી લહેરમાં ગંભીર પરિણામો ટાળવા માટે રસીકરણ વેગ આપવો આવશ્યક છે. કૃપા કરીને તમારી સંભાળ રાખો, કારણ કે ભારત સરકાર હાલમાં વેચવામાં વ્યસ્ત છે.HS