Western Times News

Gujarati News

બ્લાસ્ટના ૧૬ કલાક બાદ ફરીથી કાબુલ એરપોર્ટ પરથી ફ્લાઇટ શરૂ થઈ

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ સામે આત્મઘાતી હુમલા થયા હતા. અત્યાર સુધીમાં આ હુમલામાં ૧૦૮ લોકોના મોત થયા છે અને ૧૩૮૩ લોકો ઘાયલ થયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આતંકી સંગઠન આઇએ,આઇએસના ખોરાસન ગ્રુપે હુમલાની જવાબદારી સ્વીકારી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું કે મૃતકોમાં ૧૩ મરીન કમાન્ડોનો પણ સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાનના કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિસ્ફોટોના ૧૬ કલાક બાદ ફ્લાઇટ્‌સ ફરી શરૂ કરાઈ છે અને લોકોને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૯૫ અફઘાન અને ૧૩ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે ૧,૩૩૮ લોકો ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, માર્યા ગયેલા ૯૫ અફઘાનમાં ૨૮ તાલિબાન હતા, જે કાબુલ એરપોર્ટની બહાર તૈનાત હતા.

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને કાબુલ એરપોર્ટ હુમલાની નિંદા કરતા કહ્યું કે સૈનિકોના મોત ખૂબ જ દુખદ છે, અમે અન્ય લોકોના જીવ બચાવવામાં અમેરિકન સૈનિકોના બલિદાનને ક્યારેય ભૂલીશું કે માફ કરીશું નહીં. અમે આતંકવાદીઓને શોધીને મારીશું. સૈનિકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના. અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી ઉગારીશું અને અમારા અફઘાન સાથીઓને બહાર કાઢીશું, અમારું મિશન ચાલુ રહેશે, જરૂર પડ્યે અમે વધારાના સૈનિકો પણ મોકલીશું. આ હુમલા બાદ કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપની ના મતે એરપોર્ટના ઉત્તર ગેટ પર કાર બોમ્બ બ્લાસ્ટ થવાની સંભાવના છે. આ સ્થિતિમાં કાબુલમાં અમેરિકી દૂતાવાસે નવું એલર્ટ જારી કર્યું છે.

દરમિયાન હુમલાની વિરૂધ્ધ દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે કાબુલમાં થયેલા સિરિયલ બ્લાસ્ટે સાબિત કર્યું છે કે અફઘાનિસ્તાનનું ભવિષ્ય અંધકારમય છે. અફઘાનિસ્તાન યુદ્ધનું મેદાન બની રહ્યું છે. ખબર નહીં ત્યાં શું થશે? ત્યાં દરેક જીવન ભય હેઠળ છે કારણ કે અફઘાનિસ્તાનમાં આતંકનો ત્રિકોણ રચાયો છે. અફઘાનિસ્તાનમાં બગદાદી અને બરાદરના મળવાથી વિસ્ફોટ થયા અને તેના પરિણામે ૯૦ થી વધુ લોકો મોત થયા છે.તમને જણાવી દઈએ કે કાબુલમાં આત્મઘાતી હુમલાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે.

ઘણા દેશોએ તેમના નાગરિકોને ચેતવણી આપતો સંદેશ જારી કર્યો છે કે, જાે નાગરિકો કાબુલ એરપોર્ટની નજીક હોય તો બહાર નીકળો. તો શું અફઘાનિસ્તાનમાંથી હટી જવું એ છેલ્લો વિકલ્પ છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ૨૦ વર્ષ પછી આતંકવાદી દળો અફઘાનિસ્તાનમાં ફરી એક થઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તાલિબાન આઇએસઆઇએસ અને હક્કાની નેટવર્કનું ગઠબંધન બની શકે છે.

તાલિબાને ભારત અને કાશ્મીર પર નિવેદન જારી કર્યું છે. તાલિબાનના પ્રવક્તા ઝૈબુલ્લાહ મુજાહિદે કહ્યું કે તાલિબાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. બીજી બાજુ, પાકિસ્તાની ચેનલ પર ઝૈબુલ્લા મુજાહિદે કહ્યું કે ભારતે કાશ્મીર પર પોતાનું વલણ સુધારવું જાેઈએ. તેણે પાકિસ્તાનને બીજું ઘર ગણાવ્યું છે.અસલમ ફારુકી અગાઉ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. તેના પર હક્કાની નેટવર્ક સાથે મળીને અનેક વિસ્ફોટો કરવાનો આરોપ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.