મહિનાના અંતે દ.ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી
અમદાવાદ , ગુજરાતમાં પાછલા પાંચ વર્ષનો સૌથી ઓછો વરસાદ રહ્યા બાદ દુષ્કાળના ભણકારા વાગી રહ્યા હતા. જાેકે, ગઈકાલે સરકારે લોકોની ચિંતા દૂર કરીને કહ્યું કે આપણી પાસે પીવાના પાણીનો પુરતો સ્ટોક છે અને આ પછી પણ જાે સરદાર સરોવર ડેમમાં પાણી રહેશે તો નર્મદા કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પહોંચાડાશે.
બીજી તરફ વરસાદની અછત વચ્ચે સારા સમાચાર એ છે કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યમાં ચાલુ મહિનાના અંત ભાગમાં વરસાદની કરવામાં આવેલી આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે તેમાં આજે ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદામાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મહિનાના અંતમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ પછી આવતીકાલે તથા પરમદિવસે પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, નર્મદામાં વરસાદી ઝાપટાં કાંતો હળવો વરસાદ વરસી શકે છે.
આ પછી ૨૯ તારીખ દરમિયાન પણ વલસાડ, નવસારી, ડાંગ, તાપી તથા દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ થવાની આગાહી છે. ૩૦ અને ૩૧ તારીખની આગાહી પર નજર કરીએ તો આ દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, સુરત, વલસાડમાં હળવો વરસાદ રહેવાની આગાહી છે. આ સિવાય વલસાડ, નવસારી અને ડાંગમાં ધોધમાર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.SSS