સપ્ટેમ્બરમાં ૧૨ દિવસ માટે બેન્કો બંધ રહેશે

નવી દિલ્હી, આજકાલ બેંક સંબંધિત લગભગ તમામ કામ ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા થાય છે. તેમ છતાં, કેટલીકવાર આપણે કેટલાક મહત્વપૂર્ણ કામ માટે બેંકમાં જવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, બેંકમાં જતા પહેલા, તે જાણવું જરૂરી છે કે, કઈ તારીખે બેંકમાં રજા છે એટલે કે બેન્કો બંધ રહેશે. દર મહિનાની જેમ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી રજાઓ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં કેટલાક ખાસ પ્રસંગોએ બેંકો બંધ રહેશે.
આરબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, સપ્ટેમ્બરમાં બેંકો કુલ ૧૨ દિવસ માટે બંધ રહેશે. આમાં સાપ્તાહિક રજાઓ પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે, આરબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદીમાં કેટલીક એવી રજાઓ છે જે ફક્ત સ્થાનિક રાજ્ય સ્તરે જ અસરકારક છે. આ રજા તમામ રાજ્યોમાં રહેશે નહીં કારણ કે, કેટલાક તહેવારો અથવા ઉત્સવો આખા દેશમાં એક સાથે ઉજવવામાં આવતા નથી. જેથી રાજ્ય પ્રમાણે આ રજાઓ અલગ અલગ રહેશે. આ મહિનાના અંતિમ સપ્તાહમાં ૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી બેંક બંધ રહશે.
જાેકે, આ દરમિયાન ઓનલાઇન બેન્કિંગ સર્વિસ અને એટીએમ સર્વિસિસ ચાલુ રહેશે. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ જન્માષ્ટમી છે. આ દિવસે અનેક શહેરોમાં બેંક બંધ રહેશે. આ દિવસે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગેંગટોકની બેંકોમાં કામકાજ નહીં થાય. આ ઉપરાંત ૨૮ ઓગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. ૨૯ ઓગસ્ટે રવિવાર છે, તેના કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. આ ઉપરાંત, ૩૧ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેંકોનું કામકાજ નહીં થાય.SSS